Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

આદુમાં એનકવિધ ઔષધિય ગુણો : ગણાય છે મહાઔષધિ : અનેક પ્રકારના દુઃખાવામાં આપે છે રાહત : વજન ઘટાડવામાં પણ ઉપયોગ

આદુને છીણીને લઇ શકાય, કટકા કરીને લઇ શકાય, રસ કાઢી લઇ શકાય, લેપ લગાડીને પણ ઉપાયોગમાં લઇ શકાય : આદુનો રસ શ્રેષ્ઠ : શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે : અનેક બિમારી આઘી ભાગે

ભોજનને સ્વાદિષ્ટ અને પાચનયુકત બનાવવા માટે આદુનો ઉપયોગ હંમેશા દ્યરમાં કરવામાં આવે છે. આમ તો તે બધા રાજયોમાં થાય છે, પરંતુ વધુ પ્રમાણમાં ઉત્પાદન કેરળ રાજયમાં કરવામાં આવે છે. જમીનની અંદર ઉગવા વાળું ભીની સ્થિતિમાં હોય ત્યારે આદુ, અને સુકાઈ જાય ત્યારે તે સુંઠ કહેવાય છે. ભીની માટીમાં દાટીને રાખવાથી તે લાંબા સમય સુધી તાજુ રહે છે. તેના મૂળ હલકા પીળાપણાને લીધે સુગંધિત હોય છે.

આદુ માં અનેક ઔષધીય ગુણો હોવાને લીધે આયુર્વેદમાં તેને મહા ઔષધી માનવામાં આવે છે. તે ગરમ, તીક્ષ્ણ, ભારે, પાકમાં મીઠા, ભૂખ વધારનાર, પાચક, ચરચરા, રુચિકારક, ત્રિદોષ મુકત એટલે કે વાત, પિત અને કફ નાશક હોય છે.

વૈજ્ઞાનિકોના માનવા મુજબ આદુની રાસાયણિક બંધારણ માં ૮૦ ટકા ભાગ પાણી હોય છે, જો કે સુંઠમાં તેનું પ્રમાણ ૧૦ ટકા હોય છે. તે સિવાય સ્ટાર્ય ૫૩ ટકા, પ્રોટીન ૧૨.૪ ટકા, રેશા (ફાઈબર) ૭.૨ ટકા, રાખ ૬.૬ ટકા, તાત્વિક તેલ (ઇસેન્શીયલ તેલ) ૧.૮ ટકા તથા ઔથિયોરેજિન મોટા પ્રમાણમાં મળી રહે છે.

સુંઠ (સુકું આદુ) માં પ્રોટીન, નાઈટ્રોજન, અમીનો એસીડ્સ, સ્ટાર્ય, ગ્લૂકોજ, સુક્રોસ, ફુકટોસ, સુગંધિત તેલ, એલીયોરેસીન, જિંજીવરીન, રૈફીનીશ, કેલ્શિયમ, વિટામીન 'બી' અને 'સી', પ્રોટીથીલીટ એન્જાઈમ્સ અને લોઢું પણ મળે છે. પ્રોટીથીલીટ એન્જાઈમ્સ ને કારણે જ સુંઠ કફ દુર કરવા અને પાચનમાં વિભાગમાં ખુબ જ ગુણકારી સાબિત થયેલ છે.

આદુ ને મોટાભાગે લોકો મસાલા તરીકે ઉપયોગ કરે છે. પરંતુ જો તેના રસ ને નિયમિત પીવામાં આવે તો તે ઘણી મોટી બીમારીઓને નિયંત્રણ માં રાખી શકે છે. તેમાં રહેલા એન્ટી બેકટેરીયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટી શરીરને હેલ્દી રાખવામાં મદદ કરે છે.

. આદુનો રસ બનાવવાની રાત :  ૧ ગ્લાસ પાણી માં થોડો આદુનો ટુકડો લઇ અને તેને થોડી વાર ગરમ કરો. જયારે પાણી ઉકળીને થોડું કઓછું થઇ જાય તો તેને ઠંડુ કરી સીપ સીપ કરીને પીવાનું છે. એક સાથે નથી પીવાનું. થોડું થોડું પીવાનું છે. જેવી રીતે ચા પીએ છીએ, જેવી રીતે ગરમ દૂધ પીએ છીએ, તેમ જ પીવાનું છે. તમે એક કામ બીજું કરી શકો છો, રાત્રે પાણીમાં આદુ નાખીને રાખી મુકો અને સવારે તેને ગરમ કરીને પાછું ઠંડુ કરીને પીઓ. અને જે ટુકડા પાણીમાં રહી ગયા છે તેને ચાવી ને ખાઈ લો.

* ડાઈજેશન સુધારે  :  આદુનું પાણી શરીરમાં ડાઈજેશન જુસ ને વધારે છે. તેનાથી ખવાનું ઝડપથી ડાઈજેશન કરવામાં મદદરૂપ થાય છે.

* હાર્ટ બર્ન દુર કરે : ભોજન કરીને ૨૦ મિનીટ પછી એક ગ્લાસ આદુનો રસ પીઓ.તે શરીરમાં એસીડ નું પ્રમાણ નિયંત્રણ માં રાખે છે. તેનાથી હાર્ટ બર્નની તકલીફ દુર થશે.

* કેન્સરથી બચાવે : આદુમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી રહેલી છે. તેનો રસ પીવાથી લંગ્સ, પ્રોસ્ટ્રટ, ઓવીરીયન, કોલોન, બ્રેસ્ટ, સ્કીન અને પેનક્રીએટીક કેન્સરથી બચી શકાય છે.

* વજન ઘટાડે  : આદુનો રસ પીવાથી શરીરનું મેટાબોલીજમ સુધરે છે. એવામાં વજન ઝડપથી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

* ડાયાબીટીઝ કન્ટ્રોલ કરે  : નિયમિત આદુનો રસ પીવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ થાય છે. તેનાથી ડાયાબીટીઝની શકયતા ઓછી થાય છે.

* મસલ્સ નો દુખાવો  : આદુનો રસ પીવાથી શરીરનું લોહીનું સરકયુલેશન સુધરે છે. તેનાથી મસલ્સ રીલેકસ થાય છે અને મસલ્સનો દુઃખાવો દુર થાય છે.

* માથાનો દુઃખાવો દુર કરે : આદુનો રસ પીવાથી બ્રેન સેલ્સ રીલેકસ થાય છે. તેનાથી માથાનો દુઃખાવો દુર થાય છે.

* સ્કીન બને હેલ્દી  : નિયમિત આદુનો રસ પીવાથી શરીરના ટોકિસસ બહાર નીકળે છે. તેનાથી લોહી શુદ્ઘ થાય છે અને પીમ્પલ્સ, સ્કીન ઇન્ફેકશનની શકયતા દુર થાય છે.

* એડકી :  તમામ પ્રકારની હેડકી માં આદુની સાફ કરેલી નાની કટકી ચુસવી જોઈએ.

 આદુના નાના ટુકડા ને ચૂસવાથી હેડકી ઝડપથી બંધ થઇ જાય છે. ઘી કે પાણીમાં સિંધાલુ મીઠું વાટીને સુંધવા થી હેડકી બંધ થઇ જાય છે.

 એક ચમચી આદુનો રસ લઈને ગાયના ૨૫૦ મીલીલીત્ર તાજા દુધમાં ભેળવીના પીવાથી હેડકીમાં રાહત થાય છે.

 તાજા આદુના નાના નાના ટુકડા કરીને ચૂસવાથી જૂની અને નવી તથા સતત ઉપડતી હેડકી બંધ થઇ જાય છે. તમામ પ્રકારની અસાધ્ય હેડકી દુર કરવાનો આ એક કુદરતી ઉપાય છે.

 પેટનો દુઃખાવો : આદુ અને લસણને સરખા ભાગે લઈને વાટીને એક ચમચી મુજબના પાણીમાં સેવન કરો.

 વાટેલી સુંઠ એક ગ્રામ અને થોડી હિંગ અને સિંધાલું મીઠુંની ફાકી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો ઠીક થઇ જાય છે. એક ચમચી વાટેલી સુંઠ અને સિંધાલુ મીઠું એક ગ્લાસ પાણીમાં ગરમ કરીને પીવાથી પેટનો દુઃખાવો, કબજિયાત, અપચો ઠીક થઇ જાય છે.

 આદુ અને ફૂદીનાનો રસ અડધી અડધી ચમચી લઈને તેમે એક ગ્રામ સિંધાલુ મીઠું નાખી ને પીવાથી પેટનો દુઃખાવામાં તરત રાહત થઇ જાય છે.

 આદુનો રસ અને તુલસીના પાંદડાનો રસ ૨-૨ ચમચી થોડા ગરમ પાણી સાથે પીવરાવવાથી પેટનો દુઃખાવો શાંત થઇ જાય છે.

 એક કપ ગરમ પાણીમાં થોડો અજમો નાખી ને ૨ ચમચી આદુનો રસ નાખી ને પીવાથી લાભ થાય છે.

 આદુનો રસમાં લીંબુનો રસ ભેળવીને તેની ઉપર કાળા મરચાનો વાટેલો પાવડર નાખીને ચાટવાથી પેટનો દુઃખાવા માં આરામ મળે છે.

 આદુનો રસ પ મીલીલીટર,લીંબુનો રસ પ મીલીલીટર, કળા મરચાનું ચૂર્ણ ૧ ગ્રામ ને ભેળવીને પીવાતી પેટનો દુઃખાવો મટી જાય છે.

* મોઢાનું દુર્ગંધ : એક ચમચી આદુનો રસ એક ગ્લાસ ગરમ પાણીમાં ભેળવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દુર થઇ જાય છે.

* દાંતનો દુઃખાવો : વાટેલું સિંધાલુ મીઠું આદુના રસમાં ભેળવીને દુખાવા વાળા દાંતની જગ્યાએ લગાડો.

 દાંતોમાં અચાનક દુઃખાવો થાય ત્યારે આદુના નાના નાના ટુકડાને છોલીને દુખાવા વાળા દાંતની જગ્યાએ દબાવીને રાખો.

 શરદીના કારણે થતા દાંતમાં દુખાવા માં આદુના ટુકડાને દાંતોની વચ્ચે દબાવવાથી ફાયદો થાય છે.

* ગળું ખરાબ થવું : આદુ, લવિંગ, હિંગ, અને મીઠું બધું ભેળવીને વાટી લો અને તેની નાની નાની ગોળીઓ બનાવો. દિવસમાં ૩-૪ વખત એક એક ગોળી ચુસો.

* પક્ષઘાત (લકવા) : ઘી માં અડદની દાળ વાટીને, તેની અડધા ભાગમાં ગોળ અને સુંઠ ભેળવીને વાટી લો. તેને બે ચમચીના પ્રમાણ માં દિવસમાં ૩ વખત ખવરાવો.

 અડદની દાળ વાટીને ઘી માં શેકો પછી તેમાં ગોળ અને સુંઠ વાટીને ભેળવીને લાડુ બનાવીને મુકીદો.

 એક લાડુ દરરોજ ખાવ અને દૂધ અને અડદ ઉકાળીને તેનું પાણી પીવો. તેનાથી પણ લકવા ઠીક થઇ જશે.

* પેટ અને છાતીની બળતરા : એક ગ્લાસ શેરડીના રસમાં બે ચમચી આદુનો રસ અને એક ચમચી કુદીનો નો રસ ભેળવીને પિવરાવો.

* વાત અને કમરનો દુઃખાવો : આદુનો રસ નારીયેલ ના તેલ માં ભેળવીને માલીશ કરો અને સુંઠને દેશી ઘીમાં ભેળવીને ખવરાવો.

* ચોંટ લાગવી,કચરાઈ જવું : ચોટ લાગવી, ભારે વસ્તુ ઉપાડવી કે કચરાઈ જવાથી તકલીફ વાળી જગ્યા ઉપર આદુને વાટીને ગરમ કરીને અડધો ઇંચ મોટો લેપ કરીને પાટો બાંધી દો. બે કલાક પછી પાટો દુર કરીને ઉપર સરસોનું તેલ લગાડીને શેક કરો. આ પયોગ દરરોજ એક વખત કરવાથી દુઃખાવો તરત જ મટી જશે.

 * ભૂખવર્ધક : બે ગ્રામ સુંઠ નું ચૂર્ણ ઘી સાથે અથવા માત્ર સુંઠનું ગરમ પાણી ની સાથે હમેશા સવાર સાંજ ખાવાથી ભૂખ વધે છે.

 કાયમ ભોજન પહેલા મીઠું અને આદુની ચટની ખાવાથી જીભ અને ગળું સુદ્ઘ થાય છે અને ભૂખ વધે છે.

 આદુનું અથાણું ખાવાથી ભૂખ વધે છે.

 સુંઠ અને પિત્ત્।પાપડાનો પાક (ઉકાળો) તાવ માં રાહત આપવા વાળો અને ભૂખ વધારવા વાળું છે. તેને પાચ થી દસગ્રામ ના પ્રમાણમાં કાયમ સેવન કરો.

  સુંઠ, ચીરયતા,નાગરમોથા,ગીલોય નો ઉકાળો બનાવીને સેવન કરવાથી ભૂખ વધે છે અને તાવ માં પણ ફાયદો થાય છે.

* જો તમે ઘાટ્ટા અને ચમકદાર વાળ ઈચ્છો છો તો આદુનું જયુસનો નિયમિત ઉપયોગ તમારી આ ઈચ્છા પૂરી કરી શકે છે. તે તમે  પી પણ શકો છો અને સીધું માથાની ચામડી ઉપર પણ લગાવી શકો છો. તમારે ફકત એ ધ્યાન રાખવાનું છે કે તમે શુદ્ઘ જયુસ માથા ઉપર લગાવો જેમાં પાણીનું પ્રમાણ બિલકુલ ન હોય કે માપસર હોય. આ માત્ર તમારા વાળને સ્વસ્થ બનાવે છે પરંતુ તે તમને રૂસી થી પણ છુટકારો અપાવશે.

* જો તમારી ત્વચા ને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો તમે આદુના જયુસનો નિયમિત રીતે ઉપયોગ કરવાનું શરુ કરી દો. આદુના જયુસથી તમે ખોડો અને ફોડકા થી હમેશા માટે છુટકારો મેળવી શકો છો. આદુનો ઉપયોગ ખુબ જ સરળ અને ફાયદાથી ભરપુર છે. તકલીફ નવી હોય કે જૂની અચૂક ગુણ તમને તમને નિશ્યિત રીતે સ્વસ્થ રાખવાનું કામ બરોબર નિભાવે છે.

ઉપરોકત બાબતો સોશ્યલ મીડીયા અને અનુભવ સિધ્ધ લેખો ઉપરથી લીધી છે. ઉપયોગ કરતી વેળાએ ડાયટેશીયન, આર્યુવેદ નિષ્ણાંત, ડોકટરનો જરૂરથી અભિપ્રય લેવો હિતાવહ છે.

(10:27 am IST)