Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

આવતા સપ્તાહે આપી શકે છે ઓકસફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેકસીનને મંજૂરી

CDSCOએ સીરમ ઇન્ટિીટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસેથી બીજી કંપનીઓ કરતાં વધુ માહિતી માંગી હતી જે કંપનીએ પૂરી પાડતાં ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી

નવી દિલ્હી,તા.૨૩ : : દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર અટકી નથી રહ્યો. અનેક દેશોમાં કોવિડ-૧૯ વેકસીનના ટ્રાયલ ચાલુ છે. રશિયા, બ્રિટન અને અમેરિકામાં વેકસીનેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, મીડિયા રિપોર્ટ અનુસાર કોવિડ-૧૯નો સામનો કરવા માટે AstraZeneca અને ઓકસફર્ડ યુનિવર્સિટીની વેકસીનને ભારત સરકાર તરફથી આવતા સપ્તાહે મંજૂરી મળી શકે છે. તેના સ્થાનિક નિર્માતા દ્વારા જરૂરી આંકડા ઉપલબ્ધ કરાવ્યા બાદ સરકારથી તેની મંજૂરી મળવાના સંકેત મળ્યા છે.

 દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને જોતાં ભારત આગામી મહિને પોતાના નાગરિકોને વેકસીન આપવાની શરૂઆત કરવા માંગે છે. ફાઇઝર ઇન્ક. અને સ્થાનિક કંપની બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી વેકસીન માટે ઇમરજન્સી ઉપયોગ અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે ભારત પહેલા જ AstraZenecaના પાંચ કરોડથી વધુ વેકસીનનું નિર્માણ કરી ચૂકયું છે.

 ભારતની કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન એ પહેલીવાર ૯ ડિસેમ્બરે ત્રણ વેકસીનની સમીક્ષા કરી. સમીક્ષા બાદ સીરમ ઇન્ટિ ેટ્યૂટ ઓફ ઈન્ડિયા   પાસેથી બીજી કંપનીઓ કરતાં વધુ માહિતી માંગવામાં આવી હતી, જે એસ્ટ્રાજેનેકા-ઓકસફર્ડ શોટ્સ બનાવી રહી છે

 ઉલ્લેખનીય છે કે, ભારતમાં વેકસીનનું નિર્માણ સીરમ ઈન્ટિક્ષાટ્યૂટની સાથે મળી કરી રહી છે. દુનિયાની સૌથી મોટી વેકસીન નિર્માતા SIIઅ ેહજે તમામ માહિતી ઉપલબ્ધ કરાવી દીધી છે. એક સરકારી સ્વાસ્થ્ય સલાહકારે સમાચાર બ્રિફિંગમાં જણાવ્યું કે અધિકારી ફાઇઝર પાસેથી વધુ માહિતીની પ્રતિક્ષા કરી રહ્યા છે મંજૂરી આપનારો દુનિયાનો પહેલો દેશ બ્રિટન - બ્રિટનમાં ફાઇઝર અને બાયોએનટેકની કોરોના વાયરસ વેકસીનને મંજૂરી આપવામાં આવી છે. અહીં કોરોના વેકસીન સામાન્ય લોકો માટે ઉપલબ્ધ હશે. દવા કંપની ફાઇઝર અને બાયોએનટેકના કોવિડ-૧૯ વેકસીનને મંજૂરી આપનારો બ્રિટન દુનિયાનો પહેલો દેશ છે. તેનાથી ઘાતક કોરોના વાયરસ પર કાબૂ મેળવવામાં મોટાપાયે વેકસીનેશનની શરૂઆત કરવાનો માર્ગ મોકળો થયો હતો.

(10:50 am IST)