Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રિપબ્લીક ભારત પર બ્રિટનની સંસ્થાએ લગાવ્યો ૧૮ લાખ રૂપિયાનો દંડ : પાકિસ્તાનના લોકો વિરૂધ્ધ અપમાનજનક ટીપ્પણીનો આરોપ

'પૂછતા હૈ ભારત' કાર્યક્રમમાં લોકોની ભાવનાને ઠેસ પહોંચે તેવી ટીપ્પણી કરવામાં આવી છે

નવી દિલ્હી તા. ૨૩ : ધ બ્રિટીશ બ્રોડકાસ્ટીંગ રેગ્યુલેટરે અર્નબ ગોસ્વામીની રીપબ્લીક ભારત હિન્દી ન્યુઝ ચેનલ બ્રોડ કાસ્ટ કરવાનું લાયસન્સ રાખવાવાળી કંપની પર યુ.કે.માં ૨૦ યુરો એટલે કે લગભગ ૧૮ લાખનો દંડ ફટકાર્યો છે. હેટ સ્પીચ મામલામાં નિયમોના ભંગને લઇને આ દંડ કરવામાં આવ્યો છે.

ઓફ કોમ બ્રોડ કાસ્ટીંગ કોડના નિયમ ૨.૩ અનુસાર કોઇ બ્રોડ કાસ્ટરએ સુનિશ્ચિત કરવું જોઇએ કે કોઇપણ ભડકાઉ બાબતને જસ્ટીફાઇ કરવી જોઇએ. કોઇ ધર્મ કે માન્યતા વિરૂધ્ધ ભેદભાવ કે ખોટી ભાષાનો ઉપયોગ કરવો ન જોઇએ. નિયમ ૩.૨ અનુસાર હેટ સ્પીચવાળા ભાગને બ્રોડકાસ્ટ કરવો ન જોઇએ. નિયમ ૩.૩ અનુસાર કોઇ વ્યકિત, ગ્રુપ, ધર્મ કે સમુદાય વિરૂધ્ધ વાંધાજનક ટીપ્પણીને બ્રોડકાસ્ટ કરવી ન જોઇએ.

આદેશમાં જણાવાયું છે કે પાકિસ્તાની વિરૂધ્ધ કાર્યક્રમમાં વાંધાજનક અને અપમાનજનક ટીપ્પણી કરવામાં આવી હતી. તેઓના અપમાનનો આધાર ફકત તેમની નાગરિકતા હતી. તેમાં જણાવાયું છે કે, કાર્યક્રમમાં જણાવવામાં આવેલી વાતોથી કોઇની ભાવનાને ઠેસ પહોંચી શકે છે. અમારી નજરમાં તે અપમાન છે. 'પૂછતા હૈ ભારત'માં શોમાં લોકોનું અપમાન કરવામાં આવ્યું છે. પાકિસ્તાની લોકો વિરૂધ્ધ તે હેટસ્પીચનું અપમાન છે. જેનાથી બંને દેશના લોકો વચ્ચે ભેદભાવ વધી શકે છે.

(10:08 am IST)