Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કોરોનાનું સ્વરૂપ ભારતમાં પહેલેથી જ મોજુદ

નિષ્ણાંતો સનસનાટી મચાવે છે : માસ્ક ન પહેર્યુ તો સપડાયા સમજો...

નવી દિલ્હી તા. ૨૩ : યુ.કે.માં શરૂ થયેલા કોરોનાના નવા સ્વરૂપે બ્રિટનમાં ભયનું મોજુ ઉભુ કર્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના વાયરસનું આ નવુ સ્વરૂપ પહેલા જ ભારત પહોંચી ગયું હોવું જોઇએ. નિષ્ણાંતોએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નવા સ્ટ્રેનને શોધવા અને આગળ તેનો પ્રસાર રોકવા માટે જીનોમ સીક્કેસીંગ આધારીત વોચ રાખવી જોઇએ. વૈજ્ઞાનિકો હજુ આ સ્ટ્રેનના ખતરા અને અસરને લઇને સંશોધન કરી રહ્યા છે.

નિષ્ણાંતોના કહેવા મુજબ કોરોનાનું નવુ સ્વરૂપ ભારત ન પહોંચ્યું હોય તેની સંભાવના ઘણી ઓછી છે. આ નવો વાયરસ વધુ ચેપી છે અને જે લોકો માસ્ક નહિ પહેરે તેને તે સંક્રમિત કરશે. જો સાવધાની રાખવામાં નહિ આવે તો આ નવું સ્વરૂપ ઝડપથી ફેલાઇ શકે છે.

(10:08 am IST)