Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કોરોનાનું નવુ સ્વરૂપ અત્યંત ચેપી : યુવાનોને નિશાના પર લઇ શકે છે

આ વાયરસ ૭૦ ગણી ઝડપે સંક્રમણ ફેલાવે છે : નિતી આયોગના સભ્યનો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી તા. ૨૩ : બ્રિટનમાં મળેલ કોરોના વાયરસનું નવુ સ્વરૂપ અત્યંત ચેપી હોવાનું માનવામાં આવે છે અને તેની સૌથી વધુ અસર યુવા વર્ગ ઉપર થાય તેવી શકયતા છે. કેન્દ્ર સરકારે આ વાયરસને લઇને ચેતવણી જારી કરી છે અને છેલ્લા એક મહિનામાં બ્રિટનથી આવેલા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. ભારત સહિત ૪૦થી વધુ દેશોએ બ્રિટનથી આવતી ફલાઇટ ઉપર પ્રતિબંધ મુકયો છે.

નિતી આયોગના સભ્ય વી.કે.પોલના જણાવ્યા પ્રમાણે કોરોનાનું નવુ સ્વરૂપ વધુ સંક્રામક માનવામાં આવે છે અને તે ઝડપથી ફેલાઇ શકે છે. યુરીપયન સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ અનુસાર આ વાયરસ યુવા વર્ગને સૌથી વધુ પ્રભાવિત કરી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ આ નવા વાયરસનું નામ 'બી.૧.૧.૭' રાખ્યું છે. જો કે પોલનું કહેવું છે કે ભારતમાં આ નવા સ્વરૂપની જાણ નથી થઇ તેથી ચિંતા કરવાની વાત નથી.

જો કે તેમણે કહ્યું હતું કે, આ વાયરસ અત્યંત ખતરનાક છે. જે ૭૦ ગણી ઝડપે ફેલાઇ શકે છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે તે ઝડપથી લોકોમાં સંક્રમણ ફેલાવે છે.

આ વાયરસને લઇને બ્રિટનમાં નવેસરથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

(10:07 am IST)