Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વાયુ પ્રદૂષણથી ૧૭ લાખના મોત : અર્થતંત્રને ૨.૬ લાખ કરોડનું નુકસાન

એક રિપોર્ટમાં સનસનીખેજ દાવો : વાયુ પ્રદૂષણથી દેશના જીડીપીને ૧.૪ ટકાનું નુકસાન : સરકાર યોજનાઓ અને કાર્યક્રમોની વાતો કરે છે છતાં પ્રદૂષણ જીવલેણ બની રહ્યું છેઃ ૨૦૧૯માં ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે ૧૬.૭૦ લાખ લોકોના મોત : દેશમાં થનારા કુલ મોતના ૧૮% છે : વાયુ પ્રદૂષણ અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે

નવી દિલ્હી તા. ૨૩ : કોરોના વાયરસને લઇને ભારત સહિત સમગ્ર વિશ્વ ચિંતીત છે ત્યારે એવો ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે કે ૨૦૧૯માં ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે ૧૭ લાખ લોકોના મોત થયા છે અને અર્થતંત્રને ૨.૬ લાખ કરોડનું નુકસાન થયું છે. ૨૦૧૯માં ભારતમાં ઝેરી હવાએ ૨૦૧૭ના મુકાબલે ૨૦૧૯માં વધુ લોકોના જીવ લીધા છે. આ વાત લેસેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર ૨૦૧૯માં દેશમાં ૧૬ લાખ ૭૦ હજાર લોકોના મોત પ્રદૂષણને કારણે થયા છે. આ વર્ષે દેશમાં થયેલું કુલ મોતના તે ૧૮ ટકા છે. ૨૦૧૭માં આ આંકડો ૧૨,૪૦,૦૦૦ હતો.

વિવિધ સરકારો પ્રદૂષણ સામે લડવા માટે તમામ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમોની વાત કરે છે પરંતુ પ્રદૂષણ દ્વારા જીવ લેવાનો સિનસીલો ચાલુ જ છે. વાયુ પ્રદૂષણને કારણે અનેકવિધ બિમારીઓ જેમ કે, પલ્મોનરી રોગ, શ્વસનના ચેપ, ફેફસાના કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીઝ, નવજાત ડિસઓર્ડર અને મોતીયા જેવી સમસ્યાઓ ઉભી થાય છે. પ્રદૂષણને કારણે ૨૦૧૯માં થયેલા મોતથી ભારતને આર્થિક આંચકો લાગ્યો છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ભારતના જીડીપીમાં ૧.૩૬ ટકાનું નુકસાન થયું છે. વાયુ પ્રદૂષણને કારણે થયેલ મોત અને બિમારીને કારણે ૨૦૧૯માં ભારતમાં ૨.૬ લાખ કરોડ રૂપિયાનુ નુકસાન થયું જે જીડીપીના ૧.૪ ટકા છે.

રિપોર્ટ અનુસાર ૧૯૯૦થી ૨૦૧૯ વચ્ચે પ્રદૂષણને કારણે થનારા મૃત્યુદરમાં ૧૧૫ ટકાનો વધારો થયો છે.

(10:06 am IST)