Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કોરોનાથી રામ મંદિરના શિલાન્યાસ સુધી ૨૦ મોટી ઘટનાઓ માટે યાદ રહેશે વર્ષ ૨૦૨૦

નવી દિલ્હી,તા.૨૩: : વર્ષ ૨૦૨૦ પૂર્ણાહૂતિ તરફ છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ અનેક એવી યાદો છે જે સરળતાથી ઝાંખી પડવાની નથી. આ વખતે આખું વર્ષ લગભગ કોરોના વાયરસ અને તેનાથી ઉભા થયેલા પડકારોથી ભરપૂર રહ્યું. ૨૦૨૦ની શરૂઆતના થોડાક મહિના પછી દેશમાં આ જીવલેણ મહામારીએ ધીમા પગલે પ્રવેશ કરી દીધો. અને હજુ સુધી તે કાળો કેર મચાવી રહી છે. તે સિવાય અનેક એવી વસ્તુઓ રહી જેને સરળતાથી ભૂલી શકાય તેમ નથી. આ વર્ષે દિલ્લી અને બિહારમાં મહત્વપૂર્ણ ચૂંટણી થઈ. તો મધ્ય પ્રદેશમાં સત્ત્।ાનો સંગ્રામ પણ જોવા મળ્યો.

તો નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પૂર્વોત્ત્।રથી ઉઠેલો અવાજ ૨૦૨૦ની શરૂઆતમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનનું સ્વરૂપ લઈ ચૂકયો હતો. CAAના વિરોધમાં ભડકેલી હિંસા ફેબ્રુઆરીના અંત સુધી હિંસામાં ફેરવાઈ ગઈ. તે ઉપરાંત ૨૦૧૨ના નિર્ભયા ગેંગરેપના દોષીઓને ફાંસીની સજા પણ આ વર્ષે આપવામાં આવી. લદાખની ગલવાન ઘાટીમાં ચીનની ચાલબાજીમાં દેશના ૨૦ જવાન શહીદ થયા. તો બીજી બાજુ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ધ્રૂજાવી દીધી. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક જાણીતા અભિનેતા, ગાયક, ડાયરેકટર અને મ્યુઝિક ડાયરેકટર આપણને અલવિદા કહીને ચાલ્યા ગયા. તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીથી લઈને મોદી સરકારના મંત્રી પણ આ વર્ષે આપણાથી વિખૂટા પડ્યા. (૨૨.૬)

આ ૨૦ મોટી ઘટનાઓ માટે હંમેશા યાદ રહેશે વર્ષ ૨૦૨૦

૧. કોરોના વાયરસ મહામારી

૨. લોકડાઉન

૩. ટ્રેન, હવાઈ અને મેટ્રો સેવાઓ પર પ્રતિબંધ

૪.મજૂરોનું પલાયન અને રોજગારનું સંકટ

૫. દિલ્લી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી

૬. મધ્ય પ્રદેશમાં સત્ત્।ા સંગ્રામ

૭. અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ

૮. દિલ્લી હિંસા અને CAA (નાગરિકતા સંશોધન કાયદા) સામે પ્રદર્શન

૯. નિર્ભયાના દોષીઓને ફાંસી

૧૦. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા

૧૧. રાજનીતિના અનેક દિગ્ગજોનું નિધન

૧૨. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક હસ્તીઓનો સાથ છૂટ્યો

૧૩. કેરળમાં ગર્ભવતી હાથણીની હત્યા

૧૪. વિકાસ દુબેનું એન્કાઉન્ટર

૧૫. હાથરસ ગેંગરેપ, મર્ડર કેસ

૧૬. પાલઘરમાં સાધુઓની હત્યા

૧૭. ૨૮ વર્ષ પછી બાબરી વિધ્વંસનો નિર્ણય

૧૮. દુશ્મનોનો કાળ 'રાફેલ' વાયુસેનામાં સામેલ થયું

૧૯. અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ

૨૦. ખેડૂત આંદોલન

(10:05 am IST)