Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને દિલ્હી-યુપી સરકાર એલર્ટ મોડમાં : નવી ગાઇડલાઇન જાહેર

દિલ્હીમાં વિદેશથી આવેલા લોકોને ફરજીયાત ક્વોરેન્ટાઇન કરાશે :

લખનઉ: કોરોના વાયરસના નવા સ્વરૂપને લઈને દિલ્હી અને યૂપીની સરકાર એલર્ટ થઈ ગઈ છે. દિલ્હીમાં વિદેશથી આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાનો નિર્દેશ આપ્યો છે, તો યૂપીમાં વિદેશથી આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકોની શો કરવાનો નિર્દેશ સીએમ યોગીએ આપ્યો છે

દિલ્હીમાં આપેલા નવા નિર્દેશ હેઠળ સપ્તાહમાં યૂકેથી દિલ્હી આવેલા લોકો અને મંગળવાર-બુધવાર વચ્ચે આવનાર લોકોને ફરજિયાત રીતે ક્વોરન્ટાઈન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિશ્વમાં સામે આવનાર કોરોના વાયરસનો નવા સ્વરૂપને લઈને પૂરેપૂરી સાવધાની અને સતર્કતા દાખવવાના નિર્દેશ આપ્યા છે.

યોગી આદિત્યનાથે કહ્યું છે કે, જે દેશોમાં વાયરસનો નવો સ્વરૂપ સામે આવ્યો છે, એવા દેશોમાં પાછલા 15 દિવસમાં પ્રદેશમાં આવેલા લોકોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધવામાં આવે તથા તેમને ક્વોરન્ટાઈન કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.

(12:00 am IST)