Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

બ્રિટનમાં 57 સ્થળે નવા ભયાનક કોરોનાવાયરસના કેસો મળી આવ્યા

મ્યુટન્ટ કોવિડનો ફેલાવો રોકવા માટે શાળાઓ જાન્યુઆરી આખો મહિનો બંધ રહેશે

બ્રિટનમાં 57 વિવિધ સ્થળોએ નવા અને અતિ જીવલેણ મ્યુટન્ટ કોરોનાવાયરસના કેસ મળી  આવ્યા છે. કોવિડ  202012 / 01, ઇંગ્લેન્ડના દક્ષિણ પૂર્વમાં ઉત્પન્ન થયો હોવાનું માનવામાં આવે છે, પરંતુ  દેશભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે.

મ્યુટન્ટ કોવિડનો ફેલાવો રોકવા માટે શાળાઓ જાન્યુઆરી આખો મહિનો  બંધ રહેશે

વડા પ્રધાન બોરીસ જ્હોનસન અને ગૃહ મંત્રી  પ્રીતિ પટેલે બંને દેશના નાતાલના વિરામ બાદ ઇંગ્લેન્ડની શાળાઓ બંધ રાખવાના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે કારણ કે દેશભરમાં આ નવો કોરોનાવાયરસ મહાભયાનક ઝડપે પ્રસરી રહ્યો છે.

(12:00 am IST)