Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

આંધ્ર અને તેલંગણામાં યશોદા હોસ્પિટલ નેટવર્ક ઉપર આવકવેરા ખાતું મોટાપાયે ત્રાટક્યું

કેટલાંક ડોકટરોના રહેઠાણે પણ સર્ચ: આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવતા. તેમાં કેટલીક ગેરરીતિઓ મળ્યા બાદ દરોડા !

નવી દિલ્હી : આવકવેરા અધિકારીઓએ આંધ્ર અને તેલંગાણા ક્ષેત્રમા યશોદા હોસ્પિટલ નેટવર્ક ઉપર મોટાપાયે દરોડા પાડયા છે. આવકવેરા અધિકારીઓએ  હૈદરાબાદ. ખાતે આંધ્રપ્રદેશ અને તેલંગાણા ક્ષેત્રની સૌથી મોટી હોસ્પિટલ નેટવર્ક, યશોદા હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.  કેટલાંક ડોકટરોના રહેઠાણે પણ સર્ચ હાથ ધરવામાં આવી રહી છે.

  આ અંગે આવકવેરા અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.  દરોડા પાડવામાં આવી રહયા છે તેટલી જ વિગતો બહાર પાડવામાં આવી છે.  યશોદા હોસ્પિટલના આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવતા. તેમાં  કેટલીક ગેરરીતિઓ મળી હતી.આ ગેરરીતિઓની તપાસ માટે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.  અધિકારીઓ તારણો જાહેર કરશે તે પછી આ મુદ્દે વધુ સ્પષ્ટતા આવશે.

(12:14 am IST)