Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અંબાલામાં જનસભા સંબોધવા જતા હરિયાણાના મુખ્યમંત્રીને ખેડૂતોએ કાળા ઝંડા બતાવ્યા : કાફલાને અટકાવવા પ્રયાસ

લાંબા કાફલાને બ્લોક કરવાની ભલામણ કરતા પોલીસે ખેડૂતોને રસ્તો આપવા માટે રાજી કર્યા.

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે નવા કૃષિ કાનૂનોના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના એક સમૂહે મંગળવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને તે સમયે કાળા ઝંડા બતાવ્યા, જ્યારે તેમનો કાફલો અંબાલા શહેરથી પસાર થઈ રહ્યો હતો. હરિયાણાની બીજેપી શાસિત સરકાર કહે છે કે, માત્ર કેટલાક ખેડૂત જ કૃષિ કાનૂનો વિરૂદ્ધ છે. જોકે દિલ્હી સાથે જોડાયેલી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો સતત વધતો જઈ રહ્યો છે અને તેમાં પંજાબથી આવનાર ખેડૂત પણ સામેલ છે

 ખેડૂતોએ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને એસ્કોર્ટ કરી રહેલા લાંબા કાફલાને બ્લોક કરવાની ભલામણ કરી. પાછળથી પોલીસે ખેડૂતોને રસ્તો આપવા માટે રાજી કર્યા. આ દરમિયાન અનેક ખેડૂતોએ કાળા ઝંડા લહેરાવ્યા હતા.

ખટ્ટર આગામી બોડી ઈલેક્શનમાં મેયર અને કાઉન્સિલરના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓને સંબોધન કરવા માટે અંબાલા આવ્યા હતા.એક ડિસેમ્બરે અંબાલાના જ એક ગામમાં ખેડૂતોના એક સંગઠને કેન્દ્રીય મંત્રી રતન લાલ કટારિયાને કાળા ઝંડા બતાવ્યા હતા. કટારિયા અંબાલાથી જ સાંસદ પણ છે.

ખેડૂત અને સરકાર વચ્ચે અત્યાર સુધી થયેલી વાતચીત નિષ્ફળ રહી છે. કેન્દ્રનું કહેવું છે કે, તેઓ કાયદામાં સંશોધન કરવા માટે તૈયાર છે અને અહીં સુધી કે, કાનૂને દરેક હિસ્સા પર ચર્ચા કરવા માટે પણ.

જોકે, ખેડૂતોનું કહેવું છે કે, તેઓ ઈચ્છે કે, કાનૂનો પર બધી જ રીતે પરત લઈ લેવામાં આવે. સપ્ટેમ્બરમાં પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાઓને કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રમાં થયેલા મોટા સુધારા ગણાવી રહી છે જે વચેટીયાઓને ખત્મ કરી દેશે અને ખેડૂતો પોતાના પાકને દેશના કોઈપણ ભાગમાં વેચી શકશે.

જોકે, ખેડૂતોને આશંકા વ્યક્ત કરી છે કે, નવા કાનૂનોથી લઘુત્તમ સમર્થન મૂલ્યને ખત્મ કરવાનો માર્ગ મોકળો બનશે અને ગંજ માર્કેટની વ્યવસ્થા ખત્મ થઈ જશે અને ખેડૂત મોટી કંપનીઓનો મજૂર બનીને રહી જશે.

ખેડૂતોએ હવે હરિયાણા અને દિલ્હીની બોર્ડર પર ડેરા નાખ્યા છે. તેમના અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠકની રાહ જોઈ રહ્યાં છે.

(11:54 pm IST)