Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અર્થતંત્ર પર અમિતભાઈની ટિક્કા ખોટી ગણાવી મમતા બેનર્જીએ કહ્યું ગૃહમંત્રીએ ઢોકળા ટ્રીટ આપવી જોઈએ

મમતાએ આંકડા રજૂ કરીને કહ્યું બંગાળમાં ઉદ્યોગો અને અપરાધને લઈને તેમના દાવાઓ ખોટા સાબિત થયા.

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ દ્વારા બંગાળની અર્થવ્યસ્થાની ટીકા પર મંગળવારે ફેક્ટ ચેક કરતાં કહ્યું કે, તેઓ ખોટા સાબિત થયા છે તેથી ગૃહમંત્રીએ તેમને ઢોકળા ટ્રીટ આપવી જોઈએ

બીજેપી અને અમિતભાઈ  શાહ, જે પાછલા 4 મહિનાથી બંગાળ ચૂંટણી માટે પાર્ટીના મુખ્ય રણનીતિકાર પણ છે, તેમના વિરૂદ્ધ મમતા બેનર્જીએ પોતાનો હુમલો ચાલું રાખતા કેટલાક આંકડાઓ સામે રાખ્યા અને કહ્યું કે, બંગાળમાં ઉદ્યોગો અને અપરાધને લઈને તેમના દાવાઓ ખોટા સાબિત થયા.

મુખ્યમંત્રીએ કહ્યું, અમિતભાઈ શાહે મને ટ્રીટ આપવી જોઈએ. મને ઢોકળા અને અન્ય ગુજરાતી વ્યંજન પંસદ છે.

પાછલા સપ્તાહમાં અમિત શાહે બંગાળના બે દિવસીય પ્રવાસ પર હતા અને તેમને એક રેલીને પણ સંબોધિત કરી જેમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂળ કોંગ્રેસના વિદ્રોહી નેતા બીજેપીમાં સામેલ થયા. તે પછી અમિત શાહે કહ્યું કે, બંગાળમાં દીદીની નજર સામે જ કાનૂન વ્યવસ્થા સંકોચાઈ ગઈ છે અને વિકાસ રોકાઈ ગયો છે. ત્યારથી મમતા બેનર્જી પ્રતિદિવસ પ્રેસ કોન્ફ્રન્સ કરીને તેમના આરોપોને ફગાવી રહ્યાં છે.

મુખ્યમંત્રીએ કહ્યું, અમિતભાઈ  શાહ જાણીજોઇને પશ્ચિમ બંગાળની નિરાશાજનક તસવીર રજૂ કરવાની કોશિશ કરી રહ્યાં છે. પાછલા 10 વર્ષમાં તૃણમૂલ કોંગ્રેસના શાસનકાળમાં બંગાળમાં રાજકીય હત્યાઓ ઓછી થઈ છે. બધા વિકાસ સૂચકાંકો પર પશ્ચિમ બંગાળ અન્ય રાજ્યોથી આગળ છે.

મમતા બેનર્જીએ કહ્યું, તેમને બંગાળને એક દુ:સ્વપ્ન ભૂમિની જેમ બનાવી દીધી. તેમને બંગાળને એક એવા રાજ્યના રૂપમાં બતાવવામાં આવ્યું જે ખુબ જ ખરાબ કરી રહ્યું છે, અવિકસિત છે અને અહીં નોકરીઓ નથી. શું તમને 11 વર્ષ પહેલા બંગાળને જોયું હતું? તમે તેના સાથે કેવી રીતે સરખામણી કરો છો? મને સત્યથી કોઈ જ આપત્તિ નથી પરંતુ જો ટીકામાં કોઈ સત્યતા નથી તો હું તેને પડકારીશ.

(12:00 am IST)