Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ઓલા, ઉબેર અને જોમેટો જેવી ઓનલાઇન પ્લેટફોર્મના કમર્ચારીઓ માટે આરોગ્ય સુવિધાનો લાભ આપવા તૈયારી

ટૂંક જ સમયમાં ઈએસઆઈસી (કર્મચારી રાજ્ય વિમા નિગમ) યોજના હેઠળ ચિકિત્સા સુવિધાઓનો લાભ ઉઠાવી શકશે

નવી દિલ્હી : હાલમાં કોઈપણ રીતે સામાજિક સુરક્ષા લાભથી વંચિત લાખો જીગ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ કર્મચારી ટૂંક જ સમયમાં ઈએસઆઈસી (કર્મચારી રાજ્ય વિમા નિગમ) યોજના હેઠળ ચિકિત્સા સુવિધાઓનો લાભ ઉઠાવી શકશે.

 કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય જીગ્સ અને પ્લેટફોર્મ શ્રમિકો માટે સ્વાસ્થ્ય યોજનાઓ તૈયાર કરી રહ્યાં છે, જેને સપ્ટેમ્બબરમાં સંસદમાં સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ ઈએસઆઈસી યોજના સાથે જોડવામાં આવશે. આ સંહિતા હેઠળ પહેલી વખત ગિગ અને પ્લેટફોર્મ શ્રમિકોને આ દાયરામાં લાવવામાં આવશે.

ગિગ અને પ્લેટફોર્મ શ્રમિકને મુખ્ય: ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરનારાઓને રૂપમાં પરિભાષિત કરવામાં આવશે. એટલે એવા શ્રમિક જે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિભિન્ન સંસ્થાઓ સાથે સંપર્ક સાંધે છે, જેમ કે જોમેટો જેવા ફૂડ એગ્રીગેટર સાથે કામ કરનારા ડિલીવરી બોય અને ઉબેર અને ઓલા જેવા ટેક્સી એગ્રીગેટર્સ દ્વારા કામ કરનારા કેબ ડ્રાઈવર.

માત્ર કેટલીક મોટી જીગ્સ અને પ્લેટફોર્મ કંપનીઓ જ છે જેઓ પોતાના કર્મચારીઓને કોઈ સ્વાસ્થ્ય સુરક્ષા કવર આપે છે. જ્યારે એવા મોટાભાગના શ્રમિક સ્વાસ્થ્ય ઈમરજન્સી અથવા કોઈ ઘટનાની સ્થિતિમાં કોઈપણ લાભથી વંચિત હોય છે.

કેન્દ્રીય શ્રમ સચિવ અપૂર્વ ચંદે ધ પ્રિન્ટને જણાવ્યું કે, “મંત્રાલય સામાજિક સુરક્ષા સંહિતા હેટળ જીગ્સ અને પ્લેટફોર્મ શ્રમિકો માટે એક સ્વાસ્થ્ય યોજના પર કામ કરી રહ્યાં છે.”

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ સંબંધમાં શ્રમ સચિવ પહેલા પણ બધી મુખ્ય કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી ચૂક્યા છે. આ બધા પ્રસ્તાવિત સ્વાસ્થ્ય યોજના પર સહમતિ વ્યક્ત કરી છે.

જોકે, કોઈ સત્તાવાર સર્વેક્ષણ કરવામાં આવ્યો નથી પરંતુ માર્કેટ વિશેષણોએ ભારતમાં જીગ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ શ્રમિકોની સંખ્યા 50 લાખથી 1 કરોડ વચ્ચે થવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

સૂચિત આરોગ્ય યોજનાને સામાજિક સુરક્ષા ભંડોળમાંથી ફંડ આપવામાં આવશે. સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ આવા શ્રમિકોની સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી જરૂરતોને પૂરી કરવા માટે પ્લેટફોર્મ શ્રમિકોના સામાજિક સુરક્ષા કોષની સ્થાપના કરવાની છે.

ગિગ કંપનીઓએ પોતાના શ્રમિકો માટે બનનાર સામાજિક સુરક્ષા કોષમાં પોતાના વાર્ષિક વ્યાપારને 1-2 ટકા અલગ રાખવું પડશે. કોઈ એગ્રીગેટર તરફથી કરવામાં આવનાર યોગદાન પાંચ ટકાથી વધારે હશે નહીં.

આ કોષનું મેનેજમેન્ટ કેન્દ્ર દ્વારા કરવામાં આવશે અને આમાં યોગદાન મુખ્યત: એગ્રીગેટર્સ તરફથી આવશે. અધિકારીએ કહ્યું કે, અમે ડ્રાફ્ટના નિયમોને અંતિમ રૂપ આપવાનું કામ કરી રહ્યા છીએ. એકવાર નિયમો નક્કી થઈ જાય, પછી સોશિયલ સિક્યુરિટી ફંડના સંચાલન માટેની અંતિમ તારીખ પણ નક્કી કરવામાં આવશે. ‘

જ્યાંર સુધી નિયમોને સૂચિત કરવામાં આવે નહીં ત્યાંર સુધી સામાજિક સુરક્ષા સંહિતાનું સંચાલન કરવામાં આવી શકે નહીં.

તે ઉપરાંત, મહિલા શ્રમિકોને પણ યોજના હેઠળ માતૃત્વ લાભની સુવિધા મળી શકશે. સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ દરેક સ્ત્રી તેના માટે હકદાર રહેશે અને એમ્પ્લોયરને તેના કર્મચારીની ગેરહાજરીના કુલ સમયગાળા માટે સરેરાશ દૈનિક વેતન દરે પ્રસૂતિ લાભ ચૂકવવો પડશે.

(12:00 am IST)