Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ફિલીપિન્સના પુર-વરસાદમાં ૧૦૦ ના મોતઃ આખા ગામનો સફાયો

ફિલિપન્સી તા. ર૩ : ફિલિપિન્સમાં ઉષ્ણકટિબંધ ચક્રવાત ટેંબિનમાં ૯૦ના મોત થયા છે. વરસાદ અને પૂરને કારણે માટી ધસી પડતા આખા ગામનો સફાયો થઈ ગયો છે, જયારે બાજુના નાનકડા શહેરને આંશિક અસર થઈ છે.

પોલીસ અહેવાલમાં જણાવ્યા અનુસાર મિંડાનો દ્વીપના તુબોદનગરમાં ૧૯ જણાંના મોત થયા છે. તુબોદના પોલીસ અધિકારી ગેરી પરામીએ જણાવ્યું હતું કે નદીમાં આવેલા પૂરના પાણીમાં મોટા ભાગના ઘરો તણાઈ ગયા છે. હવે ગામનું નામોનિશાન જ રહ્યું નથી. પોલીસ, સૈનિકો અને સ્વંયસેવકો કાટમાળ દૂર કરવાની કામગીરીમાં પરેઈ ગયા છે. પૂરને કારણે ભેખડો ધસી પડતાં ૪૦ ઘરો નાશ પામ્યા હતા અને ૧૦ લોકોના મોત થયા હતાં.

ગેરીએ કહ્યું હતું કે અમે બચાવ કર્મચારીઓ રવાના કર્યા છે, પરંતુ ભેખડો ધસી પડવાને કારણે ઝાઝી સફળતા સાપંડી નથી. ફિલિપિન્સમાં દર વર્ષે સરેરાશ ૨૦ મોટા ચક્રવાતનો સામનો કરવો પડે છે. આમાં બે કરોડની વસતિ ધરાવતાં મિંદાનોને જવલ્લેજ સહન કરવું પડે છે.

(6:25 pm IST)