Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ભગવાનના નામોને જોડી હિન્દુ ધર્મની લાગણી દુભાવવા સતત પ્રયાસો : બંગાળમાં પ્રચંડ રોષ

બે આદિવાસી 'રામ'ની પ્રણયગાથા છૂટાછેડાના પ્રસંગો સાથે બંગાળી ફિલ્મ : કોઈપણ ફેરફાર કરવા દિગ્દર્શક - રંજન ઘોષનો ઈન્કાર : રામાયણ સાથે કક્ષાને લેવાદેવા નથી

કોલકત્તા, તા. ૨૨ : બંગાળી ફિલ્મ 'રોંગ બેરોન્ગર કોરી'માં બે પાત્રોના નામો રામ-સીતાને નામેરાખવામાં આવતાં હિન્દુ જાગરણ મંચના સેંકડો કાર્યકરોએ શુક્રવારે સેન્સર બોર્ડની સ્થાનિક કચેરીની બહાર ઉગ્ર દેખાવ કરીને પાત્રોના નામોમાં ફેરફાર કરવાની માંગણી કરતું એક આવેદનપત્ર રજૂ કર્યું.

જોકે ફિલ્મ દિગ્દર્શક રંજન ઘોષે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની ઘસીને ના પાડી દીધી છે ઘોષે કહ્યું કે ફિલ્મમાં અલગ અલગ ચાર કથાઓ છે એક સંબંધો વિશે બાકીની ત્રણ પ્રાચીન સંબંધ ધરાવતી છે. ચાર કથામાંથી બે પાત્રોને નામ રામ-સીતા રાખવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે શું લોકોતેમના બાળકોના નામો રામ-સીતામ, કાલ્લકત, સરસ્વતી નથી રાખતાં. આપણે આપણા બાળકોના નામે તેમના નામે નથી રાખતાં. શું હવે તેઓ તેમાં ફેરફાર કરે છે ખરા, આ એક કલાકારની આઝાદી, સર્જનાત્મક કલાનો સવાલ છે. અમારી આઝાદી છીનવી લેતા કોઈ પ્રયાસનો અમે ઉગ્ર વિરોધ કરીશું.

તેમણે કહ્યું કે ફિલ્મમાં બે આદિવાસી રામની પ્રણયગાથા છે. તેમાં છૂટછાડાનો પણપ્રસંગ આવે છે. તેને રામાયણ સાથે કંઈલેવાદેવા નથી. આ સમગ્ર વિવાદ પ્રચારમેળવવાનો એક પ્રયાસ સિવાય બીજુંકશું નથી. પશ્ચિમ બંગાળ હિન્દુ જાગરણમંચના પ્રવક્તા વિવેક સિંહે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય સ્મૃતિ ઈરાની પાઠવેલા એક પત્રમાં કહ્યું કેફિલ્મમાં રામ-સીતાને નામે પાત્રોનાનામ રાખવાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચશે. સિંહે પત્રકારોને કહ્યું કેતેઓ લડાઈ છોડી ન હીં દેય અને જોસેન્સર બોર્ડ અમારી માંગણીને ધ્યાનમાંલીધા સિવાય ફિલ્મને મંજૂરી આપે તોકાનૂની પગલાંની વિચારમા કરવામાંઆવી શકે છે.

(3:46 pm IST)