Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

પાડોશમાં અમે મુસ્લિમ સાથે કઇ રીતે રહી શકીએ ?

મેરઠમાં લવ જેહાદ બાદ હવે લેન્ડ જેહાદનો મામલો સામે આવ્યોઃ હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારે ઘર ખરીદતા જોરદાર હોબાળોઃ દેખાવો થયાઃ મુસ્લિમ પરિવારને ઉંચાળા ભરવા પડયા

મેરઠ તા.ર૩ : અમે અમારા પાડોશમાં મુસ્લિમ સાથે કઇ રીતે રહી શકીએ? ઉ.પ્ર.ના મેરઠમાં ચાહાસોર મહોલ્લામાં એક ઘરની બહાર એકત્ર થયેલા પાડોશીઓ સાથે સૂર પુરાવતા કેશવ ગોસ્વામીએ આ પ્રશ્ન કર્યો હતો. રવિવારે સાંજે ગોસ્વામી અને લોકોએ જયારે આ ઘરમાં એક નવા માલિક આવ્યા ત્યારે વિરોધ દેખાવો યોજયા હતા. આ ઘરના પુર્વ માલિક સંજય રસ્તોગીએ આ મકાન નવમન અહમદ નામના એક મુસ્લિમને રૂ.ર૮.૩૦ લાખમાં વેચ્યુ હતુ. આ ડીલ જાન્યુઆરીમાં ફાઇનલ થઇ હતી પરંતુ અહમદે છેલ્લો હપ્તો ૮ ડિસેમ્બરના રોજ ચુકવ્યો હતો અને ત્યારબાદ થોડા દિવસ પછી આ મકાનનો કબજો લેવા તે આવ્યો હતો. ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના સભ્યોએ હિન્દુ વિસ્તારમાં મુસ્લિમને મકાન વેચવાનો વિરોધ કર્યો હતો. પાછળથી પોલીસે દરમિયાનગીરી કરી હતી અને તેઓ દાવો કર્યો હતો કે, આ મામલાનું નિરાકરણ આવી ગયુ છે. રસ્તોગીને સંપુર્ણ રકમ આ મુસ્લિમ ખરીદનારને પરત કરવા જણાવાયુ હતુ. સુશીલ ગોસ્વામી નામના ભગવાધારી એક સામાજીક કાર્યકરે જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં મુસ્લિમોએ પાડોશીની લેનમાં ત્રણ ખરીદ્યા હતા અને અમે હિન્દુઓ કશુ કરી શકયા નહી પરંતુ આ વખતે આ થવા દીધુ નહી. આ ભગવાધારી ગોસ્વામી જતા રહ્યા એટલે અન્ય લોકોએ એવી ગુસપુસ શરૂ કરી હતી કે ગોસ્વામીએ જ કમીશન માટે અહમદ સાથે ડીલ કરવા રસ્તોગીને મદદ કરી હતી. એવામાં સુશીલ ગોસ્વામી પરત આવ્યા હતા અને તેમણે આ તમામ આક્ષેપો નકારી કાઢયા હતા.

મુસ્લિમો સરકારી જમીન પર દબાણ કરીને ત્યાં મસ્જીદ બાંધે છે અને બીજુ મુસ્લિમો હિન્દુ વિસ્તારોમાં ઘર ખરીદીને થોડા સમયમાં મુસ્લિમ વિસ્તારમાં ફેરવી નાંખે છે. આમ લેન્ડ જેહાદનો એક આવો અલગ અર્થ પણ નીકળે છે. મેરઠમાં ૧૯૮૭ની કોમી રમખાણો બાદ મુસ્લિમોનું એકત્રિકરણ મોટાપાયે થવા લાગ્યુ હતુ. જો કે એવો પણ આક્ષેપ છે કે હિન્દુ વિસ્તારોમાં મિલ્કતોના માલિકો મુસ્લિમો પાસેથી મોંઘા ભાવ માંગે છે અને મકાનો વેચે છે કારણ કે તેઓ પાડોશીઓ અને સ્થાનિક ગુંડાઓની વિરૂધ્ધ જઇને મુસ્લિમોને પોતાની મિલ્કતનું વેચાણ કરતા હોય છે.(૩-૪)

(11:27 am IST)