Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

પાકિસ્‍તાનના સિંધ પ્રાંતમાં ૧૪ વર્ષીય હિન્‍દુ કિશોરીનું બંદુકની અણીએ અપહરણ : ફરજીયાત ધર્મ પરિવર્તન કરાવી પરણાવી દીધી હોવાની પિતાની ફરીયાદ

ઇસ્‍લામાબાદ : પાકિસ્‍તાનના સિંધ પ્રાંતમાં થોડા દિવસ પહેલા ૩ સશષા વ્‍યકિતઓએ ૧૪ વર્ષિય હિન્‍દુ કિશોરીનું અપહરણ કર્યુ છે. જેને હવે પરાણે ઇસ્‍લામ ધર્મ અંગીકાર કરવા દબાણ થઇ રહયુ છે. આથી ફરિયાદ કિશોરીના પરિવારે નોંધાવી છે.

જો કે પોલિસ ડીપાર્ટમેન્‍ટએ ખાસ રસ નહીં લેતા પરિવારજનોએ જાતે વધુ તપાસ કરતાં જાણવા મળ્‍યા મુજબ તેને નસીર લુન્‍જા નામના શખ્‍સ સાથે પરણાવી દેવામાં આવી છે. તથા તેને ધર્માંતર પણ કરી દેવાયુ છે.

પોલીસ અધિકારીએ જણાવ્‍યા મુજબ ધર્મ પરિવર્તનનું સર્ટિફિકેટ મળી શકયુ છે. તેમજ ૩ અપહરણકારોનો પતો લગાવવાની કોશિષ ચાલુ છે. નવદંપતિની જુબાની લેવા તેમને ૧૭ જાન્‍યુ ૨૦૧૮ ના રોજ કોર્ટમાં રજુ કરાશે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે. 

(10:04 pm IST)