Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

હાલમાં રસીના બૂસ્ટર અથવા ત્રીજા ડોઝની જરૂર નથી : AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનું મોટું નિવેદન

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પ્રથમ બે લહેર જેટલી જ તીવ્રતા સાથે ત્રાટકે તેવી શક્યતા નથી

નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દિલ્હીના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પ્રથમ બે લહેર જેટલી જ તીવ્રતા સાથે ત્રાટકે તેવી શક્યતા નથી. તેમણે કહ્યું કે આ સમયે કોરોનાના કેસોમાં કોઈ વધારો થયો નથી જે દર્શાવે છે કે કોરોના રસી હજી પણ વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે અને અત્યારે ત્રીજા બૂસ્ટર ડોઝની જરૂર નથી.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ.બલરામ ભાર્ગવ દ્વારા લખાયેલ પુસ્તક ‘ગોઈંગ વાઈરલઃ મેકિંગ ઓફ કોવેક્સિન – ધ ઈન્સાઈડ સ્ટોરી’ના વિમોચન સમારોહને સંબોધતા ગુલેરિયાએ જણાવ્યું હતું કે, જે રીતે કોરોના વેક્સિન સંક્રમણની ગંભીરતાને રોકવા અને હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં અસરકારક છે તે રીતે,મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવા સહિત મોટી લહેર આવવાની શક્યતાઓ દરરોજ ઘટી રહી છે. હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં લોકોની સંખ્યા દરરોજ ઘટી રહી છે

(12:56 am IST)