Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

૬૨૩ કિમીની ઝડપથી ઊડી શકે એવું ઈલેક્ટ્રિક પ્લેન

રોલ્સ રોયસે ઈલેક્ટ્રિક પ્લેન બનાવ્યું : વિમાનને સ્પિરિટ ઓફ ઈનોવેશન નામ આપવામાં આવ્યું

નવી દિલ્હી, તા.૨૩ : જાણીતી કંપની રોલ્સ રોયસે સૌથી વધુ ઝડપથી ઉડી શકતુ ઈલેક્ટ્રિક પ્લેન બનાવવામાં સફળતા મેળવી છે. આ વિમાન પ્રતિ કલાક ૬૨૩ કિમીની ઝડપથી ઉડવા માટે સક્ષમ છે.તેની સાથે જ  અગાઉના ઈલેક્ટ્રિક પ્લેનનો પ્રતિ કલાક ૨૧૨ કિમીની ઝડપથી ઉડવાનો રેકોર્ડ પણ તુટી ગયો છે.વિમાનને સ્પિરિટ ઓફ ઈનોવેશન નામ આપવામાં આવ્યુ છે.

તેની બેટરી એટલી પાવરફુલ છે કે તેનાથી એક સાથે ૭૫૦૦ સ્માર્ટ ફોન ચાર્જ થઈ શકે છે. આ વિમાને તાજેતરમાં થયેલી ટ્રાયલમાં ૧૧ મિનિટમાં ૩ કિમીનુ અંતર કાપ્યુ હતુ.વિમાને ૨૦૨ સેકન્ડમાં ૩૦૦૦ મીટરની ઉંચાઈ પ્રાપ્ત કરી હતી.

કંપનીના સીઈઓ વોરેન ઈસ્ટે કહ્યુ હતુ કે, કાર્બન મુક્ત વિમાનોની દીશામાં આ એક મોટી સફળતા છે.એક વખત ચાર્જ કર્યા બાદ પ્લેન ૩૦ મિનિટ સુધી ઉડી શકે છે.કંપની જોકે એક ચાર્જમાં ૧૬૦ કિલોમીટરની મુસાફરી થઈ શકે તેવી ટેકનોલોજી પર પણ કામ કરી રહી છે.

રોલ્સ રોયસના નવા પ્લેનમાં ૬૪૮૦ સેલ્સ વાળી બેટરી લગાવવામાં આવી છે.આ બેટરીથી જનરેટ થવા પાવરથી વિમાનના પ્રોપલરને ૨૨૦૦ આરપીએમની ઝડપથી ફેરવી શકાય છે.બેટરી ગરમ ના થાય તે માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(7:13 pm IST)