Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

દિલ્હીમાં પ્રદુષણ સ્તર થોડુ ઘટયુઃ એકયુઆઇ ૩૧પઃ બાંધકામ પ્રતિબંધો દુર થઇ શકે છે

સરકારી કર્મચારીઓના વર્ક ફ્રોમ હોમ અને શાળાઓ ખોલવા અંગે કાલે નિર્ણયઃ પર્યાવરણ મંત્રી ગોપાલ રાય

નવી દિલ્હી તા.ર૩ : દેશની રાજધાનીમાં દિલ્હી જોરદાર પવનના કારણે આજે હવાની ગુણવત્તામાં મામુલી સુધાર થયો છે વિઝીબીલીટી પણ થોડી સુધરી છે. છતા દિલ્હીમાં વાયુ પ્રદુષણનો આંક ખુબ જ ખરાબ શ્રેણીમાં જ રહ્યો છે.

દિલ્હી-એનસીઆરમાં ગઇકાલથી ફુંકાતા પવનોના કારણે વાયુ પ્રદુષણનો આંક ઘટીને ૩૧પ થતા લોકોને થોડી રાહત મળી છે. પણ સ્તર ખુબજ ખરાબ શ્રેણીમાં  જ બનેલું સફર મુજબ આજે દિલ્હીની હવાની ગુણવત્તા થોડી સુધરી છે.દિલ્હીમાં એર કવોલીટી ઇન્ડેકસ ૩૧પ નોંધાયો છે, જયારે ગુરૂગ્રામમાં ૩૧૮ અને ફરીદાબાદમાં ૩ર૬ નોંધાયેલ.

થોડો સુધાર થતા કેજરીવાલ સરકારે બાંધકામ નિર્માણ સંબંધી પ્રવૃતિઓ ઉપરથી પ્રતિબંધ હટાવી શકે છે.ે જયારે સરકારી કર્મચારીઓના વર્ક ફોમ હોમ અને  સ્કુલોને ખોલવા અંગેનો નિર્ણય કાલે તા.ર૪ના લેવાશેનું પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું છે.

હવામાન ખાતા મુજબ દિલ્હીમાં લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી રહેવાનું અનુમાન છે જયારે ગુરૂતમ તાપમાન ર૬ ડિગ્રી સુધી પહોંચી શકવાનું જણાવ્યું છ.ે જો કે આ સ્થિતીમાં સરકાર ખુબજ સાવચેતીથી નિર્ણય કરશે.

(4:03 pm IST)