Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કોરોના વિરૂધ્ધ જંગમાં ભારત અગ્રેસરઃ આજે ૫૩૬ દિવસમાં સૌથી ઓછા નોંધાયા કેસ યુરોપમાં કોરોના વકર્યો : ફરીથી પ્રતિબંધો લગાવતા ઠેર-ઠેર હિંસક દેખાવો : યુરોપના દેશોમાં કોરોનાનો હાહાકાર : સતત વધી રહ્યા છે કેસો : અમેરીકામાં ફરી એક વખત કોરોનાનો હાઈજમ્પ ૧.૫૭ લાખથી વધુ કેસ એક જ દિવસમાં

છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૬ લોકોના મોત : ૭,૫૭૯ નવા કોવિડ-૧૯ કેસ : વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં વિશ્વમાં ૨૫.૮૧ કરોડ લોકો કોરોના મહામારીની ઝપટમાં આવી ચૂકયા છે : આ દરમિયાન વાયરસથી સંક્રમિત ૫૧.૫ લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે : વશ્વમાં ૭.૪૨ અબજથી વધુ રસીકરણ કરાયુ : ફ્રાન્સમાં એક જ અઠવાડીયામાં કોરોના કેસોમાં ૮૧%નો ઉછાળો : જર્મનીમાં અત્યાર સુધીમાં કુલ ૫.૩૫ મિલિયન નોંધાયા છે : ૯૯,૦૬૨ દર્દીઓ મોતને ભેટ્યા છે : રશિયામાં માત્ર ૪૦% લોકો જ પૂર્ણ રીતે વેકસીનેટ થયા છે

યુએસએ      :     ૧,૫૭,૯૫૯ નવા કેસો

યુકે           :     ૪૪,૯૧૭ નવા કેસો

જર્મની        :     ૪૦,૪૮૯ નવા કેસો

રશિયા        :     ૩૫,૬૮૧નવા  કેસો

ભારત        :     ૭,૫૭૯ નવા કેસો

ઇટાલી        :     ૬,૪૦૪ નવા કેસો

ફ્રાન્સ         :     ૫,૨૬૬ નવા કેસો

દક્ષિણ કોરિયા :     ૨,૮૨૭ નવા કેસો

બ્રાઝિલ       :     ૨,૫૯૪ નવા કેસો

કેનેડા         :     ૧,૭૭૦ નવા કેસો

સિંગાપોર     :     ૧,૪૬૧નવા  કેસો

ઓસ્ટ્રેલિયા    :     ૧,૨૧૫ નવા કેસો

ન્યુઝીલેન્ડ     :     ૨૦૪ નવા કેસો

જાપાન       :     ૧૪૩ નવા કેસો

યુએઈ        :     ૬૭ નવા કેસો

સાઉદી અરેબિયા    :    ૩૯ નવા કેસો

ચીન          :     ૩૮ નવા કેસો

હોંગકોંગ      :     ૦૩ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૭ હજાર ઉપર નવા કેસ : ૨૩૬ મૃત્યુ અને ૧૨ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૭,૫૭૯ કેસો

નવા મૃત્યુ       :    ૨૩૬

સાજા થયા      :    ૧૨,૨૦૨

કુલ કોરોના કેસો :    ૩,૪૫,૨૬,૪૮૦

એકટીવ કેસો    :    ૧,૧૩,૫૮૪

કુલ સાજા થયા :    ૩,૩૯,૪૬,૭૪૯

કુલ મૃત્યુ        :    ૪,૬૬,૧૪૭

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૯,૬૪,૯૮૦

કુલ કોરોના ટેસ્ટ :    ૬૩,૩૪,૮૯,૨૩૯

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૧,૫૭,૯૫૯

હોસ્પિટલમાં     :    ૪૯,૫૩૧

આઈસીયુમાં     :    ૧૨,૪૩૫

નવા મૃત્યુ       :    ૧,૪૦૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૪,૮૭,૩૧,૩૧૫ કેસો

ભારત           :    ૩,૪૫,૨૬,૪૮૦ કેસો

બ્રાઝીલ         :    ૨,૨૦,૧૯,૮૭૦ કેસો

(2:29 pm IST)