Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

એમઝોન, ફિલપકાર્ટ, સ્નેપ ડીલ, શોપ કલુઝ, પેટીએમ મોલને નોટીસ ફટકારી : ૭ દિ'માં જવાબ આપવા હુકમ

સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટીએ ધારાધોરણ વગરના પ્રેશર કૂકર વેચવા બદલ : જો કંપનીઓ જવાબ નહીં આપે તો તેમની સામે કન્ઝયુમર પ્રોટેકશન એકટ હેઠળ કાર્યવાહી

નવી દિલ્હી તા. ૨૩ : સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટી દ્વારા ધારાધોરણ વગરના પ્રેશર કૂકરો વેચવા બદલ ઈ કોમર્સ કંપનીઓ એમઝોન, ફિલપકાર્ટ, સ્નેપ ડીલ, શોપ કલુઝ, પેટીએમ મોલને નોટિસ ફટકારી છે.

આ નોટિસમાં તમામ ઈ કોમર્સ કંપનીઓ પર સરકારના ગુણવત્તા જાળવવાના આદેશનો ઉલ્લંઘન કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.આ આદેશ પ્રમાણે ઘરેલુ પ્રેશર કુકરો નક્કી કરાયેલા ધારાધોરણ પ્રમાણે હોવા જરૂરી છે.સાથે સાથે તેના પર ઓગસ્ટ ૨૦૨૦થી લાગુ બીઆઈએસ લાયસન્સ હેઠળનુ સ્ટાન્ડર્ડ ચિન્હ હોવુ પણ જરૂરી છે.

સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટીએ નકલી વસ્તુઓનુ વેચાણ રોકવા માટે આ કાર્યવાહી કરી છે.આ ઉપરાંત દેશના તમામ જિલ્લાના કલેકટર્સને પણ એક ગાઈડ લાઈન મોકલી આપી છે.આ વસ્તુઓના લિસ્ટમાં હેલમેટ, પ્રેશર કૂકર તેમજ કૂકિંગ ગેસ સિલિન્ડર પણ સામેલ છે.

સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટી તમામ ઈ કોમર્સ કંપનીઓને આ સંદર્ભમાં સાત દિવસમાં જવાબ આપવા હુકમ કર્યો છે.જો કંપનીઓ જવાબ નહીં આપે તો તેમની સામે કન્ઝયુમર પ્રોટેકશન એકટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

(2:27 pm IST)