Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કોંગ્રેસને મોટો ઝટકો : દિગ્ગજ નેતા-પૂર્વ સાંસદ કિર્તી આઝાદ ટીએમસીમાં જોડાય તેવી શકયતા

મમતા બેનર્જી દિલ્હીમાં : સોનિયા ગાંધી સાથે બેઠક પહેલા કોંગ્રેસને લાગશે મોટો ઝટકો

નવીદિલ્હી : કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ કીર્તિ આઝાદ આજે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કીર્તિ આઝાદ આજે દિલ્હીમાં તૃણમૂલ કોંગ્રેસની સદસ્યતા લઈ શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્રણ દિવસના દિલ્હી પ્રવાસે આવ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે, મમતા બેનર્જી તેમની મુલાકાત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળી શકે છે. આ બેઠક પહેલા જ ટીએમસીએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે

   ગોવાના ઘણા નેતાઓ ટીએમસીમાં જોડાયા તે પહેલા જ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આવી સ્થિતિમાં ટીએમસીમાં કીર્તિ આઝાદના જવાથી બંને પક્ષો વચ્ચે અંતર વધી શકે છે.

, કીર્તિ આઝાદ બિહારનો મોટો ચહેરો છે. આવી સ્થિતિમાં જો કીર્તિ આઝાદ કોંગ્રેસ છોડીને ટીએમસીમાં  જશે તો બિહારમાં તૃણમૂલ કોંગ્રેસને મોટો ચહેરો મળશે. કીર્તિ આઝાદના પિતા કોંગ્રેસના નેતા અને બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રમતના મેદાનમાંથી રાજકીય ક્ષેત્રે પ્રવેશેલા કીર્તિ આઝાદે ભારતીય જનતા પાર્ટી સાથે પોતાના નવા પ્રવાસની શરૂઆત કરી હતી. જો કે, ભાજપના નેતા અરુણ જેટલી સાથેના તેમના સંબંધોમાં તણાવ એટલો વધી ગયો કે તેઓ છેલ્લી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા.

વર્ષ 2019માં કીર્તિ આઝાદે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ જીતી શક્યા ન હતા. એવા સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા કે કીર્તિ આઝાદ લાંબા સમયથી કોંગ્રેસમાં અવગણના અનુભવી રહ્યા હતા. આ અંગે તેમણે પાર્ટીના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. વચ્ચે એવી પણ માહિતી મળી હતી કે તેમને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. જોકે, પાર્ટીના નિર્ણયોમાં વિલંબ બાદ હવે તેણે ટીએમસીમાં જવાનું નક્કી કર્યું છે.

(1:02 pm IST)