Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

લ્યો બોલો...બાળકો પાસે ઓરલ સેકસ કરાવવું એ ગંભીર અપરાધ નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

કોર્ટે નીચલી અદાલતથી મળેલી સજાને પણ ઘટાડી

પ્રયાગરાજ, તા. ૨૩ :. અલ્હાબાદ હાઈકોર્ટે ઓરલ સેકસને 'ગંભીર યૌન હુમલો' ગણ્યો નથી. કોર્ટે સગીર સાથે ઓરલ સેકસના એક મામલાની સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો હતો. હાલ કોર્ટે બાળકો સાથે ઓરલ સેકસના એક કેસમાં નિચલી અદાલતથી મળેલી સજાને પણ ઘટાડી દીધી છે. અદાલતે આ પ્રકારના અપરાધને પોકસો એકટની કલમ ૪ હેઠળ દંડનીય ગણ્યો હતો, પરંતુ કહ્યુ હતુ કે આ કૃત્ય એગ્રેટેડ પેનેટ્રેટિવ સેકસ્યુઅલ અસોલ્ટ એટલે કે ગંભીર યૌન હુમલો નથી તેથી આ કેસમાં પોકસો એકટની કલમ ૬ અને ૧૦ હેઠળ સજા સંભળાવી ન શકાય.

હાઈકોર્ટે આ કેસમાં દોષિતની સજા ૧૦ વર્ષથી ઘટાડીને ૭ વર્ષ કરી દીધી હતી. સાથોસાથ તેના પર ૫૦૦૦ રૂ.નો દંડ પણ ફટકાર્યો હતો. સોનુ કુશવાહાએ સેસન્સ કોર્ટના ફેંસલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અપીલ પર ન્યાયમૂર્તિ અનિલકુમાર ઓઝાએ આ ફેંસલો સંભળાવ્યો હતો.

સેસન્સ કોર્ટે તેને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ (અપ્રાકૃતિક યૌન અપરાધ) અને કલમ ૫૦૬ (આપરાધિક ધમકી માટે સજા) અને પોકસો એકટની કલમ ૬ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. અદાલતની સામે સવાલ એ હતો કે શું સગીરના મોઢામાં લીંગ નાખવુ અને વીર્ય છોડવુ પોકસો એકટની કલમ ૫/૬ કે કલમ ૯/૧૦ના દાયરામાં આવશે. ફેંસલામાં જણાવાયુ હતુ કે આ બન્ને કલમોમાંથી એક પણના દાયરામાં તે નથી, પરંતુ પોકસો એકટની કલમ ૪ હેઠળ દંડનીય છે.

હાઈકોર્ટે પોતાના ફેંસલામાં સ્પષ્ટ કર્યુ હતુ કે એક બાળકના મોઢામાં લીંગ નાખવુ 'પેનેટ્રેટિવ યૌન હુમલા'ની શ્રેણીમાં આવે છે જે યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ અધિનિયમ એટલે કે પોકસોની કલમ ૪ હેઠળ દંડનીય છે પરંતુ એકટની કલમ ૬ હેઠળ નહિ તેથી કોર્ટે નિચલી અદાલત દ્વારા સોનુ કુશવાહાને આપવામાં આવેલ સજાને ૧૦ વર્ષથી ઘટાડીને વર્ષ કરી હતી.

અરજદારનો આરોપ હતો કે તે ફરીયાદ કર્તાના ઘરે ગયો અને તેના ૧૦ વર્ષના પુત્રને સાથે લઈ ગયો અને રૂ. ૨૦ આપી તેની સાથે ઓરલ સેકસ કર્યુ હતું. સોનુ કુશવાહાએ એડીશ્નલ સત્ર ન્યાયધીશ / ખાસ ન્યાયાધીશ પોકસો એકટ, ઝાંસી દ્વારા પસાર કરવામાં આવેલ એ નિર્ણય વિરૂદ્દ અલ્હાબાદ હાઈકોર્ટમાં આપરાધીક અપીલ દાખલ કરી હતી જેમાં કુશવાહાને દોષીત ઠેરવવામાં આવ્યો હતો.

(10:40 am IST)