Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મહારાષ્ટ્રમાં બે -ત્રણ મહિનામાં સરકાર બનાવશે ભાજપ : ઠાકરે સરકાર ગબડશે:તમામ તૈયારી પૂર્ણ ભાજપ નેતાનો મોટો દાવો

સરકાર બનાવવાને લઈને પહેલીવાર ભાજપના કોઈ નેતાએ આવું નિવેદન આપ્યું

મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ મહિના ભાજપ સરકાર બનાવશે મહારાષ્ટ્રમાં ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રાવ સાહેબ દાનવે મોટો દાવો કર્યો છે, રાવ સાહેબ દાનવેના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં મહાઅઘાડી સરકાર પડી જશે અને ભાજપ સત્તામાં આવશે

કેન્દ્રીય પ્રધાન રાવ સહબ દાનવેને ટ્વીટ કરીને આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તા પર આવશે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મહારાષ્ટ્ર વિશે ભાજપના કોઈ નેતાએ આવું નિવેદન આપ્યું હોય તેવું પહેલીવાર છે. આ અગાઉ ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અમને હેરાફેરી કરવામાં રસ નથી

(10:59 pm IST)