Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલીએ મુંબઈ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : મુંબઈ પોલીસે દાખલ કરેલી એફઆઈઆર સામે વચગાળાનો સ્ટે માંગ્યો

મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલએ  મુંબઈ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.ટ્વીટર ઉપર કોમી વૈમનસ્ય ફેલાય તેવી કોમેન્ટ કરવાના આરોપસર મુન્નવરલી સૈયદ નામક નાગરિકે કરેલી અરજીના અનુસંધાને બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે એફઆઈઆર દાખલ કરવાનું કહેતા તે રદ કરવા અરજ ગુજારી છે.

બંને બહેનોના એડવોકેટ રિઝવાન સીદીકીએ મુંબઈ પોલીસ દ્વારા સમન્સનો ઉપયોગ તાત્કાલિક અને જબરજસ્તીથી ન થાય તે માટે વચગાળાનો  સ્ટે માંગ્યો છે.

બાંદ્રા મેજિસ્ટ્રેટની સૂચના પછી મુંબઈ પોલીસે તાત્કાલિક બંને બહેનો સામે બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના તથા ધાર્મિક વાતાવરણ ખરડાવવાના આરોપસર એફઆઈઆર દાખલ કરી છે.

જેના અનુસંધાને  મુંબઈ પોલીસે બે વખત સમન્સ મોકલ્યા હતા જેના જવાબમાં બંને બહેનોએ પોતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે હિમાચલ પ્રદેશમાં હોવાથી હાજર થઇ શકે તેમ નથી તેમ જણાવ્યું હતું આથી હવે ત્રીજું અને આખરી સમન્સ પાઠવાતા તેમણે મુંબઈ હાઇકોર્ટમાં વચગાળાના સ્ટે ની માંગણી કરી હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:04 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : કુલ કેસનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 43,652 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 91,39,560 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,43,125 થયા:વધુ 40, 586 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,60,625 રિકવર થયા :વધુ 487 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,750 થયો access_time 12:06 am IST

  • સાર્વજનિક સંડાસ તૂટી પડ્યુ : મહિલા કાટમાળમાં ફસાઈ : મુંબઈના કુર્લામાં એક જાહેર શૌચાલય તૂટી પડતા એક મહિલા ફસાઈ ગઈ છે : બચાવ અભિયાન ચાલુ છે access_time 11:31 am IST

  • મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જામતી ઠંડીઃ કાલથી ચેન્નાઈમાં ધમધોકાર વરસાદ : મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાસિક, મહાબલેશ્વર સહિતના સ્થળોએ રાત્રીના અને વ્હેલી સવારે હવે ઠંડી જામતી જશે : વિશ્વ પ્રસિદ્ધ મહાબળેશ્વરમાં તો ૧૧-૧૨ ડિગ્રી જેવું ઠંડુ ઉ.માન થઈ જશે : ચેન્નાઈમાં આવતીકાલથી ૨૪-૨૫ બે દિવસ ધમધોકાર વરસાદ પડશે : ૨૫મીએ ૪ ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકવાની આગાહી થઈ છે : કાલે અને પરમદિવસે, મંગળ-બુધવારે જોરદાર પવન ફૂંકાશે : દિલ્હીનું હવામાન સવારનું ૧૧ ડિગ્રી અને દિવસનું ૨૪ ડિગ્રી આસપાસ રહેશે access_time 11:31 am IST