Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ચૂંટણીને પડકારતી અરજીનો કાલે ચુકાદો : વારાણસીમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજ બહાદુરનું ઉમેદવારી પત્ર કરાયું હતું : પોતાનું ઉમેદવારી પત્ર મોદીને જીતાડવા માટે ખોટા બહાના હેઠળ રદ કરાયું હોવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી

ન્યુદિલ્હી : 2019 ની સાલમાં વારાણસીમાંથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી રદ કરવા માટે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પૂર્વ સૈનિક તેજ બહાદુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીનો ચુકાદો આવતીકાલ 24 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે ,તથા જસ્ટિસ એ.એસ.બોપાના , તથા વી.રામસુબ્રમનિયામ ની ખંડપીઠ સંભળાવશે .

18 નવેમ્બરના રોજ નામદાર કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો.જે અંગે ચીફ જસ્ટિસ શ્રી બોબડે એ આ કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હોવાથી તાત્કાલિક તેનું નિવારણ કરવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે તેજ બહાદુરે અરજીપત્રક ભર્યા પછી ચૂંટણી કમિશનરે તેઓને ભ્રષ્ટાચારના આરોપસર છુટા નથી કર્યા તેવો આધાર  માંગ્યો હતો.જેના અનુસંધાને તેજ બહાદુરે સૈનિકોની કેન્ટીનમાં ખાવાનું યોગ્ય મળતું ન હોવાની ફરિયાદ કરી હતી તેથી તેમને સસ્પેન્ડ કરાયા છે.તેવો આધાર ઉમેદવારી પત્ર સાથે રજૂ કર્યો છે તેની યાદ ચૂંટણી કમિશનરને આપી હતી.તથા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારનો આમાં ક્યાંય સવાલ નથી.તેમ છતાં નરેન્દ્ર મોદીને જીતાડવા માટે ખોટા બહાના હેઠળ પોતાનું ઉમેદવારી પત્ર રદ કરાયું છે તેવી દાદ માંગી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:17 pm IST)