Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમેરિકી રાજય સદનોમાં ભારતવંશીઓનો દબદબોઃ ૨૦ લોકો ચૂંટાયા

ન્યુયોર્કઃ અમેરિકામાં આ વર્ષે નવનિયુકત રાષ્ટ્રપતિ  જો બીડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરીસની સાથે રાજયોના સદનમાં ચૂંટાયેલા જનપ્રતિનિધીઓમાં પણ ભારતવંશીઓની હાજરી ઉડીને આંખે વળગે તેવી છે બદલાતુ અમેરિકા ભારતવંશીઓમાં જોશ-ઉમંગ જગાવી રહ્યુ છે. અમેરિકાના રાજય સદનોમાં રેકોર્ડ ૨૦ ભારતીય-અમેરિકી પ્રતિનિધી ચૂંટાયા છે. અહીં ૧૩ રાજયોથી રાજય પ્રતિનિધી અને સેનેટર ચુંટાયા છે. ન્યુયોર્કમાં બે અને પ્રતિનિધીઓ સાથે સૌથી વધુ સંખ્યા છે ઉપરાંત મિશીગન-વોશીંગ્ટનમાં ત્રણ પ્રતિનિધી હશે. આ પ્રતિનિધીઓમાં રાગિબ અલ્લી બ્રેનન, નીરજ અંટની, હૈરી અરોડા, જય ચૌધરી, જૈરેમી કુની, નીમા કુલકુર્ણી, પદમા કુપ્પી, લતા મંગિપુડી, રંજીવ પુરી, જૈનિફર જયકુમાર, કેશા રામ, ડો.નિકિલ સવલ, ડો.અમીશ શાહ અને વંદના સ્લૈટરનો સમાવેશ થાય છે.

(3:33 pm IST)
  • અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ પ્રોજેક્‍ટના ડેપ્‍યુટી જનરલ મેનેજર કે.વી.નાયરનું કોરોના ઇન્‍ફેક્‍શનને લીધે મૃત્‍યુ થયું access_time 5:12 pm IST

  • કાંદિવલીમાં 24 માં માળે આગ લાગી: મહારાષ્ટ્ર: મુંબઇના કાંદિવલી પૂર્વ વિસ્તારના ઠાકુર ગામમાં ચેલેન્જર્સ ટાવરના 24 મા માળના ફ્લેટમાં આગ લાગી: હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. access_time 11:38 pm IST

  • હવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST