Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 35 કેસ: કુલ આંક 10,234એ પહોંચ્યો

ગઈકાલે 89 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 9333 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 91.50 ટકા થયો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 35 કેસ નોંધાતા કુલ આંક 10,234 એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 35 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 10,234 થયા છે.ગઈકાલે 89 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  9333 થતા રિકવરી રેટ  91.50 ટકા થયો છે.

છે. આજ દિન સુધીમાં કુલ 4,11,494 સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

(12:55 pm IST)
  • કોરોના મહામારીને લીધે લાંબા સમય સુધી બંધ રહ્યા પછી અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્‍પ હનુમાન મંદિર આજે ખોલી નાખવામાં આવ્‍યું છે. જોકે ટોકન સિસ્‍ટમ્‍સથી ૨૦૦ ભક્‍તોને જ પ્રવેશ આપવામાં આવશે.. access_time 5:12 pm IST

  • મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જામતી ઠંડીઃ કાલથી ચેન્નાઈમાં ધમધોકાર વરસાદ : મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાસિક, મહાબલેશ્વર સહિતના સ્થળોએ રાત્રીના અને વ્હેલી સવારે હવે ઠંડી જામતી જશે : વિશ્વ પ્રસિદ્ધ મહાબળેશ્વરમાં તો ૧૧-૧૨ ડિગ્રી જેવું ઠંડુ ઉ.માન થઈ જશે : ચેન્નાઈમાં આવતીકાલથી ૨૪-૨૫ બે દિવસ ધમધોકાર વરસાદ પડશે : ૨૫મીએ ૪ ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકવાની આગાહી થઈ છે : કાલે અને પરમદિવસે, મંગળ-બુધવારે જોરદાર પવન ફૂંકાશે : દિલ્હીનું હવામાન સવારનું ૧૧ ડિગ્રી અને દિવસનું ૨૪ ડિગ્રી આસપાસ રહેશે access_time 11:31 am IST

  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST