Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કોરોનાની સ્વદેશી રસી ૬૦ ટકા અસરદાર : જુનમાં બજારમાં આવશે

મંજૂરી મળી ગયા બાદ ૨૦૨૧નાં મધ્યભાગમાં કોરોનાની રસી કોવાકિસન બજારમાં મૂકવાની પ્રક્રિયા હાથ ધરાશે

નવી દિલ્હી,તા.૨૩ : કોરોના મહામારી વચ્ચે મોટી આશા જગાવતા ભારત બાયોટેક કંપનીએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્ઘ્પ્ય્ના સહયોગમાં તેમના દ્વારા વિકસાવવામાં આવી રહેલી ભારતની સ્વદેશી રસી ઘ્ંર્રુીહૃજ્ઞ્ઁ કોરોના વાયરસ સામે ઓછામાં ઓછી ૬૦ ટકા અસરકારક સાબિત થશે. ભારત બાયોટેકના કવોલિટી ઓપરેશન્સ વિભાગના વડા સાઇ પ્રસાદે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા, અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને કોરોનાની રસી જે ઓછામાં ઓછી ૫૦ ટકા અસરકારક હોય તો તેને મંજૂરી આપી છે. આ રસી જુનમાં બજારમાં આવે તેવી શકયતા છે.

ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, અમે ઓછામાં ઓછી ૬૦ ટકા અસરકારકતાનો લદ્યુતમ માપદંડ નક્કી કર્યો છે. અમે હવે આના કરતાં વધુ અસરકારકતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અત્યાર સુધીના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલનાં પરિણામ જોતાં કોવાકિસનની અસરકારકતા ૫૦ ટકાથી ઓછી રહેવાની સંભાવના નહિવત જેવી છે.

ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, વિશ્વાના વિવિધ ડ્રગ રેગ્યુલેટર દ્વારા મંજૂરી મળી ગયા બાદ ૨૦૨૧નાં મધ્યભાગમાં કોરોનાની રસી કોવાકિસન બજારમાં મૂકવાની પ્રક્રિયા હાથ ધરાશે. છેલ્લા તબક્કાની ટ્રાયલમાં સુરક્ષા, અસરકારકતાના મજબૂત પ્રાયોગિક પુરાવા સ્થાપિત કર્યા પછી વર્ષ ૨૦૨૧ના બીજા ત્રિમાસિક એટલે કે જૂન- સપ્ટેમ્બરમાં અમારી રસી બજારમાં મૂકવાની અમારી ગણતરી છે. ભારતની પહેલી સ્વદેશી રસી વિકસાવી રહેલી ભારત બાયોટેકે નવેમ્બરના પ્રારંભથી દેશના ૨૫ સેન્ટર ખાતે ૨૬૦૦૦ વોલન્ટિયર પર ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ કરી દીધી છે.

કોરોનાની રસી વિકસાવવાની રેસમાં આગળ દોડી રહેલી મોડેર્ના કંપનીના સીઇઓ સ્ટિફન બાન્સેલે જણાવ્યું હતું કે, સરકારો પાસેથી કોરોનાની રસીના એક ડોઝના ૨૫થી ૩૭ અમેરિકન ડોલર એટલે કે રૂપિયા ૧૮૫૫થી રૂપિયા ૨૭૫૫ વસૂલશે. અમારા દ્વારા વિકસાવાયેલી રસીની કિંમત ફ્લૂની રસીની જેમ ૧૦ થી ૫૦ અમેરિકન ડોલરની વચ્ચે જ રહેશે. મોડેર્ના પાસેથી કોરોનાની રસી ખરીદવા માટે વાટાઘાટો ચલાવી રહેલા યુરોપિયન સઘના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જો મોડેર્ના કોરોનાની રસીના ડોઝની કિંમત ૨૫ ડોલરથી ઓછી રાખે તો યુરોપિયન સંઘ તેની પાસેથી કરોડો ડોઝની ખરીદી માટેનો કરાર કરવા ઇચ્છે છે. બાન્સેલે જણાવ્યું હતું કે, હજુ કોઇ કરાર થયો નથી પરંતુ અમે સમગ્ર યુરોપને કોરોનાની રસી પહોંચાડવા ઇચ્છીએ છીએ. મોડેર્નાનો દાવો છે કે તેના દ્વારા વિકસાવવામાં આવેલી રસી કોરોના વાયરસ માટે ૯૪.૬ ટકા અસરકારક છે.

 તેવી જ રીતે ઓકસફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વાયરસ રસી કોવિશિલ્ડ પણ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટના માધ્યમથી પોતાની રસી ૨૦૨૧નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવા તૈયારી કરી રહી છે. તેણે આ માટે ભારત સરકારને અડધી કિંમતમાં રસીના ડોઝ આપવાની ઓફર મૂકી હોવાના અહેવાલ છે.

(11:40 am IST)