Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૧ લાખને પાર : કુલ મૃત્યુઆંક ૧,૩૩,૭૩૮એ પહોંચ્યો

૨૪ કલાકમાં ૪૪ હજાર કેસ નોંધાયા : ૫૧૧ દર્દીનાં મોત

નવી દિલ્હી તા. ૨૩ : અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની જેમ દેશના અન્ય રાજયોમાં પણ રાત્રી કર્યૂ લાગુ કરીને કોરોના સંક્રમણને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૯૧ લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૦૫૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૧૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૧,૩૯,૮૬૬ થઈ ગઈ છે

 વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૮૫ લાખ ૬૨ હજાર ૬૪૨ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૪,૪૩,૪૮૬ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૩,૭૩૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૨ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૩,૨૫,૮૨,૭૩૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં ૮,૪૯,૫૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

  • છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં નવા કેસ

દિલ્હી        :     ૬,૭૪૬

મહારાષ્ટ્ર    :     ૫,૭૫૩

કેરળ        :     ૫,૨૫૪

પશ્ચિમ બંગાળ    :      ૩,૫૯૧

રાજસ્થાન   :     ૩,૨૬૦

ઉત્તરપ્રદેશ  :     ૨,૫૮૮

હરિયાણા    :     ૨,૨૭૯

મધ્યપ્રદેશ  :     ૧,૭૯૮

કર્ણાટક      :     ૧,૭૦૪

તામિલનાડુ  :     ૧,૬૫૫

ગુજરાત     :     ૧,૪૯૫

મુંબઈ       :     ૧,૧૩૫

આંધ્રપ્રદેશ   :     ૧,૧૨૧

બેંગ્લોર      :     ૧,૦૩૯

તેલંગણા    :     ૮૭૩

પુણે         :     ૭૭૦

પંજાબ       :     ૭૧૦

ઓડીશા     :     ૬૩૮

હિમાચલ પ્રદેશ   :      ૬૨૭

જયપુર      :     ૬૦૩

જમ્મુ કાશ્મીર     :      ૫૬૪

ચેન્નઈ       :     ૪૮૯

ઉત્તરાખંડ    :     ૪૬૬

બિહાર       :     ૩૮૫

મણીપુર     :     ૩૮૨

અમદાવાદ  :     ૩૧૮

ઝારખંડ      :     ૧૩૭

નાગાલેન્ડ   :     ૧૦૩

આસામ     :     ૮૬

ચંદીગઢ     :     ૮૦

ગોવા        :     ૭૮

મેઘાલય    :     ૭૦

પુડ્ડુચેરી      :     ૪૬

  • અમેરીકામાં કોરોનાની સ્થિતિ ધીમી

પડી : ૨૪ કલાકમાં ૧.૩૬ લાખ કેસ

અમેરીકા   :   ૧,૩૬,૬૨૭ નવા કેસ

ભારત     :   ૪૪,૦૫૯ નવા કેસ

ઇટાલી     :   ૨૮,૩૩૭ નવા કેસ

રશિયા    :   ૨૪,૫૮૧ નવા કેસ

બ્રાઝિલ    :   ૧૮,૬૧૫ નવા કેસ

ઇંગ્લેંડ     :   ૧૮,૬૬૨ નવા કેસ

જર્મની    :   ૧૩,૮૪૦ નવા કેસ

ફ્રાન્સ      :   ૧૩,૧૫૭ નવા કેસ

કેનેડા      :   ૪,૭૯૨ નવા કેસ

જાપાન    :   ૨,૫૧૪ નવા કેસ

યુએઈ     :   ૧,૨૦૫ નવા કેસ

દ. કોરિયા :   ૩૩૦ નવા કેસ

 હોંગકોંગ  :   ૬૮ નવા કેસ

ઓસ્ટ્રેલિયા :   ૧૫ નવા કેસ

ન્યુઝીલેન્ડ :   ૯ નવા કેસ

  • ભારતમાં ૨૪ કલાકમાં યથાવત ૪૪,૫૦૦ નવા કેસોઃ ૫૧૧ મૃત્યુ : ૪૧,૦૦૦ સાજા થયા

નવા કેસો     : ૪૪,૦૫૯

નવા મૃત્યુ    : ૫૧૧

સાજા થયા    : ૪૧,૦૨૪

પોઝીટીવીટી રેટ :        ૫.૧૮%

કુલ કોરોના કેસો :        ૯૧,૩૯,૮૬૬

એકટીવ કેસો  : ૪,૪૩,૪૮૬

કુલ સાજા થયા :        ૮૫,૬૨,૬૪૨

કુલ મૃત્યુ      : ૮,૪૯,૫૯૬

૨૪ કલાકમાં ટેસ્ટ        :       ૧૩,૨૫,૮૨,૭૩૦

કુલ ટેસ્ટ      : ૯૫,૮૨૭

  • વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા :   ૧,૨૫,૮૮,૬૬૧ કેસો

ભારત    :   ૯૧,૩૯,૮૬૬ કેસો

બ્રાઝીલ :        ૬૦,૭૧,૪૦૧ કેસો

(11:39 am IST)