Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

માત્ર ૩ દિવસમાં કરી ૨૦૮ દેશોની યાત્રાઃ બનાવ્યો વિશ્વ રેકોર્ડ

યૂએઈની ડો. ખાવલા અલ રોમાથીએ ૩ દિવસમાં સાત મહાદ્વીપોમાં યાત્રા કરી રેકોર્ડ બનાવ્યો છે

નવી દિલ્હી,તા.૨૩: તમે વર્ષ ૨૦૦૪મા આવેલી બોલીવુડ ફિલ્મ 'અરાઉન્ડ વર્લ્ડ ઇન ૮૦ ડે' તો જોઈ હશે, આ ફિલ્મમાં અભિનેતા જેકી ચેને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની કહાની જૂલ્સ વર્નેના ઉપન્યાસમાંથી લેવામાં આવી હતી, જેને જૂલ્સ વર્નેએ ૧૮૭૨મા લખી હતી. ત્યારે તે કલ્પના કરવામાં આવી હશે નહીં કે કોઈ આટલા સમયમાં વિશ્વનું ભ્રમણ કરી શકે છે. હાલમાં એક મહિલાએ સાત મહાદ્વીપોમાં સૌથી ઓછા સમયમાં યાત્રા કરવા માટે ગિનીઝ બુક ઓફ રેકોર્ડસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે.

હકીકતમાં યૂએઈની ડો. ખાવલા અલ રોમાથીએ આ સિદ્ઘિ મેળવી છે. રોમાથીએ ૩ દિવસમાં સાત મહાદ્વીપોમાં યાત્રા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અલ રોમાથીએ માત્ર ૩ દિવસ ૧૪ કલાક ૪૬ મિનિટમાં આ સિદ્ઘિ હાસિલ કરી છે. અલ રોમાથીએ વિશ્વ રેકોર્ડ હાસિલ કરવા માટે ૨૦૮ દેશોની પોતાની યાત્રા પૂરી કરી. અલ રોમાથીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સત્ત્।ાવાર પ્રમાણપત્રની સાથે એક પોસ્ટ શેર કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરવાની સાથે તેણે લખ્યું, 'હું હંમેશાથી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની દીવાની રહી છું. પોતાની યાત્રા વિશે વિચારીને કે હું કયા-કયા માધ્યમથી ગઈ છું, પ્રમાણપત્ર લેવા જવું ખુબ ભારે લાગી રહ્યું હતું.' આ સાથે રોમાથીના ફોલોવર્સે તેના આ જુસ્સાનું સન્માન કર્યું છે. ઘણા યૂઝર્સે સોશિયલ મીડિયા પર તેના રોમાંચક કાર્યની પ્રશંસા કરી છે. તો લોકો તેને શુભેચ્છા પણ આપી રહ્યાં છે.

(10:07 am IST)