Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ડીઝલ ૧૮ પૈસા અને પેટ્રોલ ૭ પૈસા મોંઘું થયું

૪૮ દિવસના આરામ બાદ આજે સતત ચોથા દિવસે ભાવો વધ્યા છે

નવી દિલ્હી, તા.૨૩: કોરોના વાયરસની વેકસીનના પરીક્ષણોમાં મળેલી સફળતાના અહેવાલોથી કાચા તેલ ના બજારમાં તેજી જોવા મળી રહી છે. તેની પર કાચા તેલ ઉત્પાદન કરનારા દેશોના સંગઠન ઓપેક એ પણ આ હિસાબથી રણનીતિ બનાવવાના સંકેત આપ્યા છે. આ કારણથી થોડા દિવસ પહેલા સુધી ૪૦ ડોલર પ્રતિ બેરલના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે રહેનારા બ્રેંટ ક્રૂડ હાલ ૪૫ ડોલરને પાર કરી ગયો છે. મળતી માહિતી મુજબ આગામી વર્ષની શરૂઆતમાં તે ૫૮ ડોલર પ્રતિ બેરલથી ઉપર જશે.

સ્થાનિક બજાર પર નજર કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૪૮ દિવસના આરામ બાદ આજે સતત ચોથા દિવસે ભાવો વધ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓ એ આજે દિલ્હીમાં જયાં પેટ્રોલ ૭ પૈસા પ્રતિ લીટર મોંદ્યું કરી દીધું છે તો ડીઝલના ભાવમાં ૧૮ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

દિલ્હી- પેટ્રોલ ૮૧.૫૩ રૂપિયા અને ડીઝલ ૭૧.૨૫ રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ ૮૮.૨૩ રૂપિયા અને ડીઝલ ૭૭.૭૩ રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતા- પેટ્રોલ ૮૩.૧૦ રૂપિયા અને ડીઝલ ૭૪.૮૨ રૂપિયા પ્રતિ લીટર છે

ચેન્નઈ- પેટ્રોલ ૮૪.૫૯ રૂપિયા અને ડીઝલ ૭૬.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે.

(10:03 am IST)