Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મહારાષ્ટ્રમાં નવી સરકાર મામલે સુપ્રીમ કોર્ટમાં રવિવારે સવારે 11-30 વાગ્યે સુનાવણી

શિવસેના,એનસીપી અને કોંગ્રેસે રાજ્યપાલના નિર્ણંયને પડકાર્યો : અરજી પર સુપ્રીમકોર્ટમાં થશે સુનાવણી

 

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં નવી સરકારનો મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે સુપ્રીમકોર્ટમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અરજી દાખલ કરીને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના તે આદેશને રદ્દ કરવાની માગ કરી છે. જેમાં તેમણે સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણ્વીસને આમંત્રીત કર્યાં હતા. સુપ્રીમ કોર્ટને ત્રણે દળોની અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર છે. રવિવારે સવારે 11.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર બાબતની સુનાવણી હશે.

સપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ 288 સદસ્યીય મહારાષ્ટ્ર વિધાનસભામાં 154 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. ત્રણે પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે અદાલત ઝડપથી અને સંભવ હોય તો રવિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટનો નિર્દેશ આપે. તેનાથી સ્પષ્ટ થઈ જશે કે બહુમતી ઉદ્ધવ ઠાકરેની પાસે છે કે દેવેન્દ્ર ફડણવીસની પાસે.

મહારાષ્ટ્રમાં નવી સરકારનો મામલ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયો છે. દેવેન્દ્ર ફડણવીસનાં શપથગ્રહણની સામે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સુપ્રિમ કોર્ટનાં દરવાજે પહોંચી ગઈ છે. અરજીમાં માંગ કરવામાં આવી છેકે, મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીનાં તે આદેશને રદ્દ કરવામાં આવે, જેમાં તેમણે ખાનગીમાં સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપ્યુ હતુ.

 

(10:52 pm IST)