Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મહારાષ્ટ્ર્ની રાજનીતિમાં મોટો વળાંક : ધનંજય મુંડે એનસીપીની બેઠકમાં પહોંચ્યા : શપથ સમારોહમાં સામેલ થનારા 10માંથી 7 ધારાશ્યો પણ હાજર

મહારાષ્ટ્રની એનસીપીની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે ફડણવીસ સરકારના શપથ સમારોહમાં અજીત પવાર સાથે રહેનારા એનસીપીના ધારાસભ્ય ધનંજય મુંડે આ બેઠકમાં સામેલ થયા. ધનંજય મુંડે ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા છે.

   ધનંજય ઉપરાંત ફડણવીસ સરકારના શપથ સમારોહમાં સામેલ રહેનારા એનસીપીના 11માંથી સાત ધારાસભ્યો પણ શરદ પવારની બેઠકમાં પહોંચ્યા હતા. બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ધારાસભ્ય અતુલ બેનકેએ જણાવ્યુંક તેઓ બધા શરદ પવારની સાથે છે.

 સૂત્રોએ દાવો કર્યો છેકે, સવારે અજીત પવારની સાથે રાજભવન પહોંચેલાં 10 ધારાસભ્યોમાંથી 7 શરદ પવારની બેઠકમાં હાજર છે.

(9:00 pm IST)