Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાતોરાત બાજી ફેરવાઇ.....

શિવસેના અને એનસીપી અંધારામાં રહ્યા...

મુંબઇ,તા. ૨૩ : મહારાષ્ટ્રમાં રાતોરાત રાજકીય ભૂકંપની સ્થિતી સર્જાઇ હતી. મહારાષ્ટ્રમાં જારી રાજકીય ખેંચતાણ વચ્ચે આજે સવારે એકાએક મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે સતત બીજી વખત દેવેન્દ્ર ફડનવીસે શપથ લીધા હતા. આના કારણે તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. બીજી બાજુ એનસીપીના નેતા અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા હતા. રાતોરાત બાજી પલટાઇ ગઇ હતી

*   મહારાષ્ટ્રમાં રાતોરાત રાજકીય ભૂકંપની સ્થિતી સર્જાઇ હતી.

*   મહારાષ્ટ્રમાં જારી રાજકીય ખેંચતાણ વચ્ચે આજે સવારે એકાએક મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે સતત બીજી વખત દેવેન્દ્ર ફડનવીસે શપથ લીધા હતા.

*   બીજી બાજુ એનસીપીના નેતા અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા હતા.

*   રાતોરાત બાજી પલટાઇ ગઇ હતી. સવારે આઠ વાગ્યાની આસપાસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ફડનવીસ અને અજિત પવારને ક્રમશ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લેવડાવ્યા હતા.

*   ભાજપની ચાલથી શિવ સેનાને જોરદાર પછડાટ મળી

*   મહારાષ્ટ્રમાં સરકાર બનાવી  લેવાના શિવ સેનાના સપના પર પાણી ફરી વળ્યુ

*   ભાજપ સાથે રહીને ચૂંટણી લડ્યા બાદ ગઠબંધને બહુમતિ મળ્યા બાદ શિવ સેનાએ કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર રચવાના પ્રયાસો કર્યા હતા

*   શિવ સેનાએ જનાદેશનુ અપમાન કર્યુ હોવાનો દેવેન્દ્ર ફડનવીસે દાવો કર્યો

*   મહારાષ્ટ્રના વ્યાપક હિતોમાં કામ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સલાહ આપી

*   સતત બીજી વખત મુખ્યપ્રધાન બનવા બદલ ફડનવીસને શુભેચ્છા પાઠવી

*   શુક્રવારે મોડી રાત સુધી એમ લાગી રહ્યુ હતુ કે આ વખતે શિવ સેના, કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લેશે

*   શરદ પવારે તો ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ હોવાની પણ વાત કરી હતી

*   પરિવાર અને પાર્ટીમાં વિભાજનની વાત શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ સ્વીકારી લીધી

*   અજિત પવારે દાવો કર્યો છે કે તેમની ઇચ્છાથી શરદ પવારને જાણ કરી દેવામાં આવ્યા હતા

*   ભાજપની સરકાર બન્યા બાદ પણ એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની બેઠકો જારી રહી

*   મહારાષ્ટ્રમાં સરકાર રચનાને કાયદાકીય પડકાર ફેકવા કોંગ્રેસ તૈયાર

*   શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે મળીને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી

(7:44 pm IST)