Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મહારાષ્ટ્રમાં શપથવિધિના વિરોધમાં શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી

મુંબઈ : મહારાષ્ટ્રની રાજનીતિમાં હાઇવોલ્ટેજ ડ્રામા યથાવત્ છે. બીજેપીએ એનસીપી નેતા અજીત પવાર સાથે મળીને સવારે સરકાર બનાવી બધાને ચોંકાવી દીધા હતા. અજીત પવાર સાથે એનસીપીના ઘણા ધારાસભ્યો હોવાનો દાવો છે

 મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના સીએમ અને અજીત પવારના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે

ઠાકરેએ પોતાના ધારાસભ્યો સાથેની બેઠકમાં કહ્યું છે કે આ પરિસ્થિતિઓમાં આપણી ઉપર કોઈ પ્રભાવ પડશે નહીં. શિવસેના જ રાજ્યમાં સરકાર બનાવશે. પવાર સાહેબ આપણી સાથે છે, કૉંગ્રેસ અમારી સાથે છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમારે પરેશાન થવાની જરુર નથી. કોઈ હિંમત હારતા નહીં. થોડી ધીરજ રાખજો. આ સાથે તેમણે સરકાર બનાવવાનો વિશ્વાસ આપ્યો છે.

(7:32 pm IST)