Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ફાસ્ટેગના વેચાણ માટે ર૮ હજાર પોઇન્ટ ઓફ સેલ

ઓનલાઇનની સાથે ઓફલાઇન પર પણ ફાસ્ટેગ ખરીદી શકાશેઃ બેન્ક-પેટ્રોલ પંપ પર પણ ઉપલબ્ધ

નવી દિલ્હી તા. ર૩ : કેન્દ્ર સરકાર ૧ ડિસેમ્બરથી તમામ ખાનગી અને કોમર્શિયલ વાહનો માટે ફાસ્ટેગ અને કોમર્શિયલ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરી રહી છે. ત્યારે લોકોને ફાસ્ટેગ મેળવવામાં મૂશ્કેલી ન પડે એટલે હવ ઓનલાઇનની સાથે સાથે ફાસ્ટેગનું ઓફલાઇન પણ વેચાણ થશે. આ માટે દેશભરમાંં ફાસ્ટેગના વેચાણ માટે ર૮ હજાર પોઇન્ટ ઓફ સેલ ઉભા કરવામાં આવ્યો છે.

દેશના આ ર૮ હજાર પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) પરથી ફાસ્ટેગ ખરીદાશે આ માટે કેટલીક ચુનંદી બેન્કો, નેશનલ હાઇવે ટોલ પ્લાઝા, આરટીઓ ઓફીસ કોમન સર્વિસ સેન્ટર, ટ્રાન્સપોર્ટ હબ, બેન્ક અને પેટ્રોલ પંપમાં આ પોઇન્ટ ઓફ સેલ સ્થાપિત કરવામાં આવ્યા છે.

તમારા નજીકના પોઈન્ટઓફ સેલનું લોકેશન જાણવા ઇન્ડિયાન હાઇવે મેનેજમેન્ટ કંપની લિી.ની. વેસાઇટ https://bit.ly.2pD69 jg પર વિઝીટ કરી શકો છો. આ ઉપરાંત વાહનો માટે ઓનલઇન મોડથી પણ ફાસ્ટેગ ખરીદી  શકાશે. તેનું ઓનલાઇન વેાણ એમેઝોન, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એકિસસ બેન્ક, પેટીએમ પેમેન્ટ બેન્ક, એચડીએફસી બેન્ક અને આઇડીએફસી. ફર્સ્ટ બેન્કથી ખરીદી શકાશે. ફાસ્ટેગ એક એવા પ્રકારનું કાર્ડ છે, જેમાં રેડિયો ફ્રિકવન્સી, આઇડેન્ટિફિકેશનનો ઉપયોગ કરાય છે. અને તેમાં એક ચીપ હોય છે જેને ગાડીના કાચ પર લગાવી શકાય છે અને આ વાહન ટોલ પરથી પસાર થતા આપોઆપ ટોલનું પેમેન્ટ થઇ જશે.

(3:48 pm IST)