Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

બીજેપીએ ૧૦ કરોડનું ફંડ મેળવ્યુ ?

ટેરર ફન્ડિંગના આરોપીવાળી કંપની પાસેથી

નવી દિલ્હી,તા.૨૩: ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત વિવાદોની ઝપેટમાં આવી છે અને આતંકવાદ સામે કોઈ પણ સમાધાન કર્યા વિના લડવાની વાત કરનાર બીજેપીએ એક એવી કંપની પાસેથી ચૂંટણી ફન્ડ મેળવ્યું કે જેની સામે આતંકવાદ ને પ્રોત્સાહન આપવા નાણાં આપવાનો (ટેરર ફર્ન્ડિંગનો) આરોપ છે. બીજેપી દ્વારા ચૂંટણી પંચને સુપરત કરાયેલા દસ્તાવેજોમાંથી આ વાત સામે આવી છે.

બીજેપી દ્વારા ચૂંટણી પંચમાં જમા કરાયેલા એક દસ્તાવેજ મુજબ આરકેડબલ્યુ ડેવલપર્સ લિમિટેડ તરફથી દાન તરીકે બીજેપીએ ૧૦ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આ કંપનીએ મુંબઈ બોમ્બ ધડાકા કેસના મુખ્ય સૂત્રધાર દાઉદના સાથી ઇકબાલ મેમણ ઉર્ફ ઇકબાલ મિર્ચીની સંપત્ત્િ। ખરીદી હતી. કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી(એન્કોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ) તેમના સંબંધિત વ્યવહારોની તપાસ કરી રહી છે! સૂત્રોએ કહ્યું કે ઇકબાલ મેમણ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમની નજીક મનાય છે, બોમ્બ વિસ્ફોટમાં દાઉદની સાથે મિર્ચનું નામ બહાર આવ્યું હતું. ઈડી આ મામલે તપાસ કરી રહી છે કે શું આરકેડબલ્યુ ટ્રાન્ઝેકશનટેરર ફન્ડિંગ હેઠળ આવે છે કે કેમ.

(3:47 pm IST)