Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ઇમરાને ફરી ટ્રમ્પ સમક્ષ કાશ્મીર મુદે કરી આજીજી પણ મળી નીરાશા

વોશિગ્ટનઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. એ દરમિયાન ઈમરાને ફરીથી કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની આજીજી કરી હતી. ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથી એવા ભારતના સ્પષ્ટ વલણ પછી ટ્રમ્પે બહુ જ ઠંડો પ્રતિસાદ આપ્યો હતો. તે સિવાય અફદ્યાનિસ્તાનની શાંતિ પ્રક્રિયા બાબતે પણ બંને વચ્ચે વાતચીત થઈ હતી.

 પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને વિવિધ મુદ્દે 'રીપોર્ટીંગ' કર્યું હતું. કાશ્મીરની સ્થિતિ અંગે અધકચરો અહેવાલ આપીને ઈમરાને ભારત વિરૂદ્ઘ કાનભંભેરણી કરી હતી.પાકિસ્તાનના વડાપ્રધાને ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની આજીજી કરી હતી. પરંતુ આતંકવાદને પોષતા પાક.ને બરાબર ઓળખી ગયેલા અમેરિકાએ બહુ ભાવ આપ્યો ન હોય એવું ચિત્ર ઉપસ્યું હતું.

ઈમરાન ખાનની ઓફિસમાંથી હોંશેહોંશે ટ્રમ્પ સાથે વાતચીત થઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું, પણ ટ્રમ્પે એવો કોઈ ઉમળકો બતાવ્યો ન હતો.

(3:37 pm IST)