Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

અજીત સાથે ગયેલ ૫ ધારાસભ્યો પાછા ફર્યા, ખોટુ બોલી અપહરણ કરાયાનો ધડાકોઃ અજીત પવારને બ્લેક મેઇલ કરાયા છેઃ સંજય રાઉતની સિંહગર્જનાઃ બધાને ખુલ્લા પાડીશું

અજીત પાછા ફરે તેવી શકયતા!! મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના એંધાણ ! અજીત પવાર સાથે ગયેલ ૫ ધારાસભ્ય પાછી એનસીપીમાં અજીતને કોણે બ્લેકમેઇલ કરેલઃ સામનામાં તેને ખુલ્લા પાડીશું: સંજય રાઉતની એકે-૪૭ની ધણેધાણી સતત ચાલુ : શિવસેનાના ચાણકય ગણાતા સાંસદ સંજય રાઉતે ગર્જના કરતા કહ્યું છે કે અજીત પવાર સાથે ગયેલ ૮ માંથી ૫ ધારાસભ્યો પરત ફર્યા છે. તેમને જુઠુ બોલી, મોટરમાં બેસાડી, અપહરણ કરાયેલ. જો તમારામાં હિમ્મત હોય તો વિધાનસભામાં બહુમતી સાબિત કરીને આપજો. રાઉતે કહ્યું છે કે અમે ધનંજય મૂંડેના સંપર્કમાં છીએ અને ખુદ અજીત પવાર પાછા ફરે તેવી શકયતા છે. અજીતને બ્લેક મેઇલ કરવામાં આવ્યા છે. આ બધા પાછળ કોણ છે ? તેને ટુંક સમયમાં ''સામના'' અખબારમાં ખુલ્લા પડાશે.(૪૦.૧૦)

 

(2:14 pm IST)