Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ઉદ્ધવજીને સમર્થનના કાગળ પર એનસીપી ધારાસભ્યોની સહી હતી એ જ કાગળ અજિત પવારે ફડણવીસને આપ્યો !!!

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યાર સુધીની સૌથી મોટી ઉલટફેર થઈ ગઈ છે.  સમાચાર હતા કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મળીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવી રહી છે. વળી, શનિવારે સવારે એક ચોંકાવનારા ઘટનાક્રમ હેઠળ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લઈ લીધા હતા  દેવેન્દ્ર ફડણવીસ સાથે એનસીપી નેતા અજીત પવારે પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા

 આ આખા ઘટનાક્રમ બાદ મહારાષ્ટ્રમા રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. સૂત્રો અનુસાર શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપવા માટે જે કાગળ પર એનસીપી ધારાસભ્યોની સહી કરાવવામાં આવી હતી તે જ કાગળ અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસને આપી દીધુ. હતું

  સૂત્રોની માનીએ તો એનસીપીની બેઠકમાં શિવસેના અને કોંગ્રેસ સાથે સરકાર બનાવવા માટે જે પેપર પર પાર્ટીના ધારાસભ્યો પાસેથી સહી લેવામાં આવી હતી તે પેપર પર મુખ્યમંત્રીનુ નામ નહોતુ. આનુ કારણ હતુ કે શિવસેના તરફથી એ સમય સુધી સીએમ પદ માટે કોઈનુ નામ નક્કી થયુ નહોતુ. વાસ્તવમાં શુક્રવારે મોડી રાત સુધી ઉદ્ધવ ઠાકરે સીએમ પદ માટે પોતાના નામ માટે સંપૂર્ણપણે તૈયાર નહોતા. સૂત્રોનુ કહેવુ છે કે આ વાતનો ફાયદો અજીત પવારે ઉઠાવ્યો અને ધારાસભ્યોના સમર્થનવાળુ પેપર દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં રાજ્યપાલને સોંપી દીધુ.હતું 

(12:36 pm IST)