Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

શરદ પવારનું એલાનઃ ધારાસભ્યો મારી સાથેઃ બનાવશું અમારી સરકાર

ઉધ્ધવ ઠાકરે સાથે એનસીપી ચીફની પત્રકાર પરીષદ : શરદ પવારે પક્ષને તોડનારા ધારાસભ્યો પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપીઃ ભાજપે છેતરીને સરકાર બનાવીઃ અમારી પાસે ૧૭૦ ધારાસભ્યો છે

મુંબઇ, તા. ર૩ : મહારાષ્ટ્રની બાજી રાતોરાત હાથથી છૂટયા બાદ એનસીપી ચીફ શરદ પવારે કહયું કે રાજયમાં નવનિયુકત સરકારનું એનસીપીને સમર્થન નથી. તેઓએ કહયું બીજેપી સરકારની સાથે ફકત અજીત પવાર ગયા છે, એનસીપી નહી તેઓએ કહયું કે તેની પાસે હજુ પણ વિદ્યાયકોની પર્યાપ્ત સંખ્યા છે. અને અમારા ગઠબંધનની સરકાર જ બનશે.

તેઓએ કહયું કે એનસીપી વિદ્યાયક દળના નેતાના રૂપે અજીત પવારની પાસે દરેક  વિદ્યાયકોના હસ્તાક્ષર હતાં. એટલુ નકકી છે કે વિધાનસભાના પટલ પર દેવેન્દ્ર ફડણવીસ સરકાર તેમનો બહુમત સાબિત નહી કરી શકે તેઓએ કહયું કે શિવસેના અને એનસીપી વિધાયકોને ચેતવણી પણ આપી જે બીજેપીની સાથે જવાનું મન બનાવી રહ્યા છે.

બીજી બાજુ શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે એ કહયું કે આ દરેક જે રમત રમી રહ્યો છે તેના સમગ્ર દેશની નજર છે. તેઓએ કહયું કે અમારા પર આરોપ લગાવામાં આવી રહયો છે પરંતુ શિવસેના જે પણ કરે છે એટી ચોટીના જોરે કરે છે. તે બીજેપી તોડવાનું કામ કરે છે. અને અમે જે પણ કરી રહ્યા છીએ, તે લોકોને જોડીને કરી રહ્યા છે. તેનાથી એ માલુમ પડયું છે કે તેમનો વિચાર હું અને ફકત હું ની નથી. ગઠબંધનનું કાંઇ મૂલ્ય નથી, તે છત્રપતિ શિવાજીની ભાવના પર સર્જિકલ સ્ટ્રાઇક થઇ છે.

મુંબઇના વાઇ વીઇ વી. ચૌહાણ સેન્ટરમાં પત્રકાર પરીષદને સંબોધન કરીને એનસીપી ચીફે કહ્યું સવારે ૬.૩૦ વાગ્યે મને જાણકારી મળી કે રાજયપાલ હજુ પણ રાજભવનમાં જ છે. અને માલુમ પડ્યું કે અજીત પવાર ઉપ-મુખ્યમંત્રી પદની શપથ લઇ રહ્યા છે. આ નિર્ણય ફકત અજીત પવારનો છે અને એનસીપી વિરૂધ્ધ છે. તેને વિશ્વાસ છે કે એનસીપીનો એક પણ નેતા બીજેપીની સાથે જશે નહિ.

પવારે પક્ષ મુકીને જનારા બીજેપીની સાથે આપનારા વિધાયકોને ચેતવણી પણ આપી, તેઓએ કહ્યું જે વિચારી રહ્યા છે, કે તેઓ બીજેપીની સાથે જશે તેને દળ બદલી વિરોધી કાયદો ખબર હશે. આ પ્રકારનો નિર્ણય સામાન્ય જનતા પરખશે. અમારે જે કાર્યવાહી કરવી હશે તે કરશું.

તેઓએ કહ્યું કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ત્રણ દળોના નેતાઓની સાથે બેસીને સરકાર બનાવાનો નિર્ણય કર્યો હતો. ત્રણ પક્ષના નેતા અને તેના નિર્વાચિત વિધાયક એ સાથે આવ્યા હતા. કેટલાક નિર્દલીય વિધાયકોએ પણ અમારૂ સમર્થન આપ્યું હતું. જેમાં અમારી સંખ્યા ૧૬૯-૧૭૦ સુધી પહોંચી ગઇ હતી.

પત્રકાર પરીષદમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે, પક્ષ નેતા સંજય રાઉત, એન.સી.પી. પ્રમુખ શરદ પવાર હાજર રહ્યા.

(3:40 pm IST)