Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

દુબઈના બારમાં મહિલાઓના વજન પ્રમાણે તેમને ફ્રી ડ્રિન્ક્સ અપાય છે

ગ્રાહક સ્ત્રીઓ તેમનું વજન બાર ટેન્ડર્સને મોઢે કહે તો પણ ચાલે

દુબઇ : મહિલાઓની ખૂબ સારી ઘરાકી ધરાવતા દુબઈના એક બારમાં અનોખી પ્રમોશન સ્કીમ છે. મહિલાનું વજન જેટલું વધારે એટલાં ફ્રી ડ્રિન્ક્સ તેને ઑફર કરવામાં આવે છે. કૅસલ્સ અલ બાર્શા હોટેલની ફ્યુઝન ક્લબમાં આ સ્કીમ વર્ષના અંત સુધી અમલમાં રહેશે. સ્કીમ મુજબ મહિલાના વજનના એક પાઉન્ડદીઠ ૦.૧૨ ડૉલરની ક્રેડિટ તેને આપવામાં આવે છે. એનો અર્થ એવો કે ૧૫૦ પાઉન્ડ્સ વજન ધરાવતી મહિલા ૧૮.૫૦ ડૉલર કિંમતનાં ફ્રી ડ્રિન્ક્સ મેળવી શકે છે.

  બારના ફૂડ ઍન્ડ બેવરેજ મૅનેજર અનિલ કુમારે જણાવ્યું હતું કે 'મહિલાઓનું વજન કરવા માટે અમારી પાસે વેઇંગ મશીન છે, પરંતુ ગ્રાહક સ્ત્રીઓ તેમનું વજન બાર ટેન્ડર્સને મોઢે કહે તો પણ ચાલે. અમે તેમની વાતનું માન રાખીએ છીએ. અમે મહેમાનોએ જણાવેલા વજનની ચકાસણી કરવાનો આગ્રહ રાખતા નથી.'

(12:04 pm IST)