Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

શિક્ષણ માટે બે કરોડનું દાન આપનાર મુંબઈના કચ્છી જૈન દાનવીરે ૨૩ માં માળેથી મારી મોતની છલાંગ

શેર બજારના કારોબારી હિરેન મણિલાલ દંડ ડિપ્રેશનમાં હતા, આપદ્યાત પહેલા સંબંધીને ફોન કર્યો

ભુજ,તા.૨૩: જીવનમાં સુખ સંપત્ત્િ। પણ દ્યણીવાર સર્વસ્વ નથી હોતી, નાની મોટી મુશ્કેલીઓ જયારે મન ઉપર સવાર થઈ જાય છે, ત્યારે અદ્યટિત નિર્ણય લેવાઈ જતો હોય છે.

મુંબઈમાં વડાલા જેવા પોશ એરિયામાં બોમ્બે ડાઈંગ સ્પ્રિંગ ટાવરના ૨૩ મા માળે રહેતા કચ્છી દાનવીર હિરેન મણિલાલ દંડે પોતાના ફ્લેટમાંથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.

શિક્ષણ માટે કચ્છી જૈન સમાજમાં બે કરોડનું દાન આપનાર ૫૧ વર્ષીય હિરેનભાઈ દંડ શેરબજારના કારોબારી હતા. તેમના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેઓ ડિપ્રેશનમાં હતા. આપદ્યાત કરતા પહેલા તેમણે તેમના મામાને ફોન પણ કર્યો હતો.

જોકે, તેઓ ડિપ્રેશનમાં હોઈ કોઈએ તેમની વાત ગંભીરતાથી લીધી નહોતી. તેઓ પત્ની અને માતા સાથે રહેતા હતા.

તેમનો પુત્ર ઔરંગાબાદ રહે છે. આથી અગાઉ આ પરિવારમાં આપદ્યાતના બે બનાવો બની ચુકયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)