Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભાજપે સરકાર બનાવ્યા પહેલાં રાઉતે કર્યુ હતું ટ્વિટ : એક કલાકમાં બદલાયો ખેલ

સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બનવાને લઈને લગભગ ૧ કલાક પહેલાં ટ્વિટ કર્યું હતું કે જેની જેની પર આ જગત હસ્યું છે તેણે જ ઈતિહાસ રચ્યો છે

મુંબઇ,તા.૨૩: મહારાષ્ટ્રની રાજનીતિમાં ૨૩ નવેમ્બરની સવાર હંમેશા યાદ રાખવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસ એકવાર ફરીથી એનસીપીની મદદથી મહારાષ્ટ્રના નવા સીએમ બન્યા. મોટી વાત એ છે કે શિવસેનાને એનસીપી અને બીજેપીની આ દોસ્તીનો ખ્યાલ પણ ન આવ્યો.

ફડણવીસે જયારે સીએમ અને એનસીપી નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમના શપથ લીધા ત્યારે તેના ૧ કલાક પહેલાં શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કોઈ પ્રકારે આત્મવિશ્વાસમાં હતી. આ વાત સંજય રાઉતની ટ્વિટથી જાણી શકાય છે. રાઉતે ટ્વિટ કર્યું છે કે જેની જેની પર આ જગત હસ્યું છે તેણે જ ઈતિહાસ રચ્યો છે.

૨૨ નવેમ્બરની સાંજે લગભગ નક્કી હતું કે ઉદ્ઘવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મળીને સરકાર બનાવશે. કોંગ્રેસ અને એનસીપીના બે મુખ્યમંત્રી હશે. પરંતુ રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે આ કહેવત ફરીથી સાચી સાબિત થઈ છે.

૨૩ નવેમ્બરની સવારે જયારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા તો કોઈને કંઈ સમજાયું નહીં. તેમના શપથ લીધા બાદ NCPના અજિત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા.

(11:52 am IST)