Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

NCPને તોડીને ભાજપે બનાવી સરકારઃઅજિત પવાર સાથે રર ધારાસભ્યો છે

શરદ પવાર કહે છે...સરકારમાં જોડાવાનો અજિતનો ફેંસલો અંગત : ૧૦પ ભાજપના ધારાસભ્યો છેઃ રરનો ટેકો આવતા ૧ર૭ થાયઃ બહુમતી માટે ૧૪પ જોઇએ

મુંબઇ તા. ર૩: મહારાષ્ટ્રની રાજનીતિમાં રાતોરાત આવેલા રાજકીય પરિવર્તનમાં આજે સવારે ભાજપે ઓનસીપીના વડા શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને સરકાર રચી લીધી છે રાજયમાં નવી સરકારની રચના થયા બાદ શરદ પવારે કહ્યું છે કે, આવા ફેંસલો મારી જાણકારી વગર થયો છે. બીજી તરફ કોંગ્રેસે શરદ પવાર ઉપર વિશ્વાસઘાત કરવાનો આરોપ મૂલ્યો છે. પવારે પડદા પાછળ ખેલ ખેલી ભાજપને ટેકો આપી દીધો.

શરદ પવારે આજે એક ટવીટ થકી જણાવ્યું છે કે અજીત પવારે મને પુછયું નથી. સરકારમાં જોડાવાનો નિર્ણય તેમનો અંગત છે.  NCPને આની સાથે કોઇ સંબંધ નથી. અમે નથી તેમને સમર્થન કરતા કે નથી સહમતી આપતા.

એનસીપીના પ૪ ધારાસભ્યોમાંથી રર ધારાસભ્યો અજિત પવાર સાથે હોવાનું કહેવાય છે. તેમની પાસે રર સભ્યોના ટેકાનો પત્ર પણ છે.

ભાજપ પાસે ૧૦પ ધારાસભ્યો છે બહુમતી માટે ૧૪પ જોઇએ જો એનસીપીના રર ધારાસભ્યો ભાજપને ટેકો આપે તો ભાજપનું સંખ્યાબળ ૧ર૭નું થાય હજુ ભાજપને ટેકાની જરૂર છે.

(11:51 am IST)