Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભાજપે એવો ખેલ નાખ્યો કે શિવસેના જોતી જ રહી ગઇઃ જબરા ખેલ ખેલાયા

મુંબઇ તા. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છેઃ કોઇએ કલ્પના ન કરી હોય એવા ખેલ ખેલાયો છેઃ હજુ ગઇકાલે રાત્રેજ શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વ હેઠળની સરકાર બનશે પણ ભાજપે રાતોરાત ખેલ નાખી આજે સવારે જ ભાજપ- એનસીપીની સરકાર રચીનાખીઃ સવારે ૮ વાગ્યે જ રાજયપાલે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રીપદના અને અજીત પવારને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા છેઃ શપથ બાદ ફડણવીસેએ કહ્યું છે કે મહારાષ્ટ્રને ખિચડી સરકાર નહિ  જરૂર નથીઃ અમે સ્થિર સરકાર રચવા ફેંસલો લીધો છે. શિવસેનાના હાથમાં કશુ નથી આવ્યું આજે શિવસેના સરકાર રચવા દાવો કરવાની હતી તે પૂર્વે જ ભાજપે ખેલ નાખી દીધો અને શિવસેનાના હાથમાં કશું ન આવ્યું.

(11:49 am IST)