Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કોંગ્રેસનો કટાક્ષ

'પવારજી તુસ્સી ગ્રેટ હો'

મુંબઇ, તા.૨૩: મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારનાં સૌથી મોટો ઉલટફેર કરતા બીજેપીએ એનસીપીની મદદથી સરકાર બનાવી લીધી. બીજેપીનાં આ દાવથી શિવસેના અને કાઙ્ખંગ્રેસ સ્તબ્ધ રહી ગઈ છે. કાઙ્ખંગ્રેસ નેતા અભિષેક મનુ સિંદ્યવીએ એનસીપી પ્રમુખ શરદ પવાર પર નિશાન સાધ્યું છે.

સોશિયલ મીડિયા દ્વારા શરદ પવાર પર કટાક્ષ કરતા અભિષેક મનુ સિંદ્યવીએ લખ્યું કે, 'પવારજી તુસ્સી ગ્રેટ હો.'

ઉલ્લેખનીય છે કે શનિવારની સવારે અચાનક દેવેન્દ્ર ફડણવીસે એકવાર ફરી રાજયનાં મુખ્યમંત્રી તરીતે શપથ લઇ લીધા, તો એનસીપી નેતા અજીત પવારને મહારાષ્ટ્રનાં ડેપ્યૂટી સીએમ બનાવવામાં આવ્યા છે. સીએમ પદનાં શપથ લીધા બાદ ફડણવીસે કહ્યું કે, 'રાજયને ખિચડી સરકારની જરૂરિયાત નહોતી. શિનેસેનાએ જનાદેશનું અપમાન કર્યું. આ માટે અમારે આ પગલું ઉઠાવવું પડયું.'

(11:48 am IST)