Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

બીજેપી સાથે ગઠબંધન અંગે NCPમાં ફૂટ, ૨૫-૩૦ ધારાસભ્યો અજીત પવાર સાથે

નવી દિલ્હી ,તા.૨૩: મહારાષ્ટ્ર માં વિધાનસભા ચૂંટણી બાદ શરૂ થયેલું દ્યમાસાણ શનિવારે શાંત થઈ ગયું છે. અનેક અટકળો વચ્ચે રાજયમાં બીજેપીએ એનસીપી  સાથે મળીને સરકાર બનાવી લીધી છે. ઇનામ સ્વરૂપે એનસીપીના ખાતામાં નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું છે. જોકે, બીજા તરફ સૂત્રોનું કહેવું છે કે બીજેપી સાથે ગઠબંધન અંગે એનસીપીમાં ફૂટ પડી છે. એનસીપી પાર્ટી શરદ પવાર અને અજીત પવારના જૂથમાં વહેંચાઈ ગઈ હોવાના સમાચાર. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનસીપીના ૨૫-૩૦ ધારાસભ્યો અજીત પવાર સાથે છે.

બીજેપીના દેવેન્દ્ર ફડણવીસે શનિવારે સવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લધી હતા. હવે બીજેપીએ વિધાનસભામાં બહુમતિ સાબિત કરવી પડશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ૨૧ની ઓકટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. જયારે ૨૪જ્રાક ઓકટોબરના રોજ ચૂંટણી પરિણામ સામે આવ્યું હતું. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૧૦૫ બેઠક મળી હતી, જયારે શિવસેનાને ૫૬ બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસને ૪૪ બેઠક અને એનસીપીને ૫૪ બેઠક મળી હતી.

(11:46 am IST)